ગૌવંશ હત્યા અને બાળકચોર અફવાઓથી ૩૦થી વધુ હત્યા થઈ

0
147

સુપ્રિમ કોર્ટ કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને મોબાઈલ અફવાઓ કે ટોળા દ્વારા કોઈ પણ વ્યક્તિની માર મારીને કે હુમલા કરીને વધી રહેલી ઘટનાઓ માટે આકરા પગલાં લેવા સાથે સાથે મોબાઈલ અફવાઓને રોકવા માટે નવા કાયદા બનાવવા માટે સલાહ આપી છે. વિતેલા કેટલાક સમય દરમ્યાન ગુજરાત,પૂર્વના રાજ્યો તથા દક્ષિણના રાજ્યોમાં બાળક ચોરની અફવાઓને કારણે ૩૦થી વધુ નિર્દોષ લોકોની ટોળા દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. આંધ્ર પ્રદેશમાં તો આવી એક ઘટનામાં ગૂગલ કંપનીના સોફ્ટવેર એન્જિનિયરને લોકોએ બાળકચોર માનીને તેની માર મારીને હત્યા કરી નાંખી. મહારાષ્ટ્રમાં આવી એક અફવાને કારણે એક નાના ગામમાં બાળક ઊઠાવી જનારી ગેંગ સમજીને તેઓની હત્યા કરી દેવાઈ હતી. આવી ઘટનાઓ લોકશાહીમાં સ્વિકાર્ય નથી. સુપ્રિમ કોર્ટે બરાબર કહ્યું કે કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી ન આપી શકાય. પરંતુ આવી જ રીતે ટોળાં દ્વારા મારવાની ઘટનાઓ બનતી રહેશે તો કાનૂની વ્યવસ્થાનું શું થશે? સુપ્રિમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ બાબતમાં કોઈ નવો કાયદો બનાવવા સલાહ આપી છે. ત્યારે સવાલ એવો ઉઠે છે કે સુપ્રિમ કોર્ટ કહેશે ત્યારે જ કેન્દ્ર કે રાજ્ય સરકારો ઊંઘમાંથી જોગશે?
દેશના બધા મુખ્ય રાજ્યોમાં બાળક ચોરી જવાની અફવા ફેલાવી કેટલાક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા જેમને મારી નખાયા તેમાં કોઈ પણ બાળક ચોર ન હતા. આજના મોબાઈલ યુગમાં વોટ્‌સએપ દ્વારા બાળક ચોરની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જે ઘટનામાં ગૂગલ એન્જિનિયરને મારી મારીને ચા પીતા સમયે તેણે નજીકની શાળાના બાળકોને ચોકલેટો આપી આ જોઈને કોઈએ કહી દીધું કે કોઈ બાળકોને ઉઠાવી જવા આવ્યું છે અને ચોકલેટ આપી રહ્યા છે અને લોકોએ તેને મારવાના પ્રયાસો કર્યા તે અને તેનો મિત્ર કાર લઈને ભાગ્યા પરંતુ લોકોએ મોબાઈલમાં કારનો નંબર વગેરે લઈને તેને વોટ્‌સએપ પર વાયરલ કરી દીધું અને થોડે દૂર જતાં કેટલાકે તેની કાર રોકી દીધી અને તેને મારી નાંખ્યો તેનો શું ગુનો હતો? આ રીતે હિંસા પર ઉતરલે ટોળા દ્વારા ગૌરક્ષા યા બાળકચોર સમજીને કોઈની હત્યા કરી નાંખવામાં આવે અને સરકાર જાતી જ રહે આવું કેમ ચલાવી લેવાય?
સુપ્રિમ કોર્ટના કહેતા પહેલાં સરકારે કઈ રીતની હત્યાઓને-ઘટનાઓને રોકવા માટે નવો કાયદો બનાવી રહી છે તેમ કરવાની જરૂર હતી. પરંતુ ૩૦થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા છતાં કોઈ નવો કાયદો બનાવવાની ઘોષણા ન થઈ આખરે સુપ્રિમ કોર્ટ કેન્દ્ર અને રાજ્યોને મોબાઈલ અપવાઓને રોકવા નવો કાયદો બનાવવા કહ્યું છે ત્યારે કોઈ નિર્દોષ નાગરિકોની કોઈ અફવા ફેલાતા મારી મારીને હત્યા કરી દેવાય કે થઈ જાય તે પહેલાં નવા કાયદા બને અને લોકતંત્ર સારી રીતે ચાલે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY