એસ્સાર સ્ટીલને વેચવાનો નિર્ણય કેટલો યોગ્ય..??

0
31

સીબીઆઈના ભવાડાના કારણે આખા દેશને જાણું થયું છે ને લોકો તેની બરાબર મજા લઈ રહ્યાં છે તેના કારણે કેટલીક બીજી મહ¥વની ઘટનાઓ તરફ લોકોનું ધ્યાન જ જતું નથી. આવી જ એક મહત્વની ઘટનામાં શુક્રવારે એસ્સાર સ્ટીલ પર આર્સેલર મિત્તલનો કબજા થાય તેનો રસ્તો સાફ થઈ ગયો. એસ્સાર સ્ટીલને વેચવા માટેનું ઘમ્મરવલોણું કિયારનુંય ચાલતું હતું. એસ્સાર સ્ટીલના માથે દેવાના ડુંગર હતા ને તેમાંથી મોટા ભાગનું દેવું બેંકોનું હતું. ગયા વરસે એસ્સાર સ્ટીલના પ્રમોટર એવા રૂઈયા બંધુઓએ હાથ અધ્ધર કરી દીધા ને બેંકોની લોન ભરી શકાય નથી એવું જાહેર કર્યું પછી આ કંપની પાસેથી નાણાં વસૂલવા માટે તેને વેચી દેવાની મંજૂરી આપવા રીઝર્વ બેંકમાં ધા નાંખેલી.
રીઝર્વ બેંક પાસે આવી બીજી પણ અરજીઓ આવેલી. રીઝર્વ બેંકે સાગમટે આવી ૧૨ કંપનીઓને વેચીને તેમનાં લેણાં વસૂલવા બેંકોને મંજૂરી આપેલી ને તેમાં એક કંપની એસ્સાર સ્ટીલ પણ હતી. એ વખતથી જ એસ્સાર સ્ટીલ પર કબજા કરવા માટે હોડ શરૂ થઈ ગયેલી. મૂળ ભારતીય લક્ષ્મી મિત્તલ દુનિયાના સૌથી ધનવાન લોકોમાં એક છે ને તેમનું આર્સેલર મિત્તલ ગ્રુપ દુનિયામાં સ્ટીલના ઉત્પાદનમાં અવ્વલ છે. જાપાનની નિપ્પોન સ્ટીલ એન્ડ સુમિતોમો મેટલ કોર્પ પણ સ્ટીલના ઉત્પાદનમાં દુનિયાની ટોચની કંપનીઓમાં એક છે. આ બંને જારદાર કંપનીઓએ એસ્સાર સ્ટીલ પર કબજા કરવા હાથ મિલાવેલા. સામે રશિયાની વીટીબી ને આપણી વેદાંત સ્ટીલ તથા જેએસડબલ્યુ જેવી કંપનીઓ પણ મેદાનમાં કૂદી પડેલી. વીટીબીએ આર્સેલર મિત્તલ-નિપ્પોનના તાકતવર જાડાણ સામે ઝિંક ઝીલવા બીજી મોટી કંપનીઓને ભેગી કરીને ન્યુમેટલ નામે જાડાણ ઊભું કરેલું, એસ્સાર સ્ટીલના રૂઈયા બંધુઓ પણ કંપની પોતાના હાથમાંથી ના જાય એટલે ફાંફાં માર્યા કરતા હતા. તેમણે પણ વીટીબી સાથે હાથ મિલાવેલા. આ રીતે એસ્સાર સ્ટીલ પર કબજા કરવા બળિયાઓ વચ્ચે જંગ શરૂ થઈ ગયેલો.
આ મામલે કાનૂની પટ્ટાબાજી પણ થયેલી ને મામલો સુપ્રીમ કોર્ટ લગી પહોંચલો. જા કે સુપ્રીમ કોર્ટે લેણદાર બેંકો પર બધું છોડેલું ને એ લોકો ફાવે તેને કંપની વેચી શકે તેવું ફરમાન કરેલું. લેણદારો બેંકોએ એ પછી ઓફરો મગાવેલી ને તેમાં આર્સેલર મિત્તલની ઓફર વધારે સારી હતી એટલે કંપની લક્ષ્મ મિત્તલની ઝોળીમાં જઈને પડશે એ નક્કી લાગતું હતું ત્યાં રૂઈયા બંધુઓએ જીવ પર આવીને છેલ્લો દાવ ખેલી નાંખ્યો. તેમણે કંપની કોને મળે છે એ નક્કી થવાનું હતું તેના આગલા દાડે એટલે કે ગુરૂવારે બેંકોનાં લેણાં ચૂકતે કરવા ૫૪,૩૮૯ કરોડ રોકડા ગણી આપવાની ઓફર કરી નાંખી. તેના કારણે થોડી ઉત્તેજના વ્યાપી ગયેલી પણ બેંકોએ રૂઈયાઓની ઓફરને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી. તેમણે એસ્સાર સ્ટીલ આર્સેલર મિત્તલને આપવાનું નક્કી કરી નાંખ્યું ને શુક્રવારે લીલી ઝંડી પણ આપી દીધી. આ નિર્ણય પ્રમાણે આર્સેલર મિત્તલ બેંકોનાં લેણાં પેટે ૪૨,૦૦૦ કરોડ રૂપિયા રોકડા ચૂકવશે ને બીજા ૮૦૦૦ કરોડ રૂપિયા કંપની ચલાવવા નાંખશે. રૂઈયા બંધુઓએ તેની સામે કકળાટ કર્યો છે ને પાછા સુપ્રીમ કોર્ટમાં જવાની દાટી આપી છે. જા કે તેમનાથી કશું વળે એમ નથી ને એસ્સાર સ્ટીલ હવે આર્સેલરના નામે લખાઈ જવાની એ નક્કી છે.
સામાન્ય લોકોને આ ઘટનામાં બહુ રસ ના પડે પણ આ ઘટના બહુ મોટી છે ને વાસ્તવમાં તેની અસર સામાન્ય લોકો પર જ પડે એમ હતી. તેનું કારણ એ કે, એસ્સાર સ્ટીલના માથે અલગ અલગ બેંકોનું રૂપિયા ૪૯,૩૯૪ કરોડ રૂપિયાનું દેવું છે. આ બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટોપ પર છે ને તેણે ૧૩,૨૨૬ કરોડ લેવાના છે. એ સિવાય કેનેરા બેંક, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફઈન્ડિયા જેવી બીજી પણ સરકારી બેંકો છે. બીજી ખાનગી બેંકો પણ છે ને એ બધાંએ આટલી તોતિંગ રકમ લેવાની થાય છે.
આપણે ત્યાં મોટા કહેવાતા લોકો બેંકોનું કરી નાંખે એ નવી વાત નથી ને વિજય માલ્યાથી માંડીને મેહુલ ચોકસી સુધીના આવા કરૂબાજાનાં કૌભાંડો તો એકદમ તાજાં છે. રૂઈયા બંધુઓ પણ એવા કરૂબાજ જ હતા ને તેમણે બેકોનું કરી જ નાંખેલું. એ લોકોને મોટા મોટા નેતાઓ સાથે સારો ઘરોબો હતો એટલે એ લોકો એવા તોરમાં જ હતા કે આપણું કશું કોઈ ઉખાડી નહીં શકે ને આ રીતે જ કંપની ચાલ્યા કરશે. તેમના કમનસીબે માલયા જેવાનાં કૌભાંડો પછી બેંકો સફાળી જાગી ને તેમણે બીજી કંપનીઓ પર પણ દબાણ વધાર્યું તેમાં રૂઈયા બંધુઓની પોલ ખૂલી ગઈ. બેંકોને લોન પાછી આપી શકાય તેમ નથી એવું તેમણે કબૂલવું પડ્યું ને તેના કારણે મામલો રીઝર્વ બેંક પાસે ગયો. વિજય માલ્યાનું કૌભાંડ તાજુ હતું એટલે રિઝર્વ બેંક પણ નવો ડખો ઉભો કરવા માગતું નહોતું તેથી તેણે એસ્સાર સ્ટીલને વેચી નાંખવાની મંજૂરી આપી દીધી. બાકી તો હજુય રૂઈયાઓ કંપની ચલાવતા હોત ને બેંકોની લોન ના ભરતા હોત. પછી માલ્યાએ જે રીતે ખેલ કર્યો એ રીતે પોતાના શેર કોઈને વેચીને રોકડી કરીને છૂ થઈ ગયા હોત ને બેંકોએ ઘૂઘરો વગાડવાનો વારો આવ્યો હોત. એ સંજાગોમાં બધો બાર છેવટે ક્ધયાની કેડ પર એ હિસાબે સામાન્ય લોકો પર જ તેનો ભાર આવવાનો હતો ને? એસ્સાર સ્ટીલ વેચાઈ ગઈ તેમાં બેંકોને મોટો ફટકો લાગતાં રહી ગયો.
આ ઘટના બીજી રીતે પણ મહત્વની છે. રિઝર્વ બેંકે આ રીતે બેંકો પાસેથી મોટી મોટી લોન લઈને ફરી નહીં ભરનારી ૧૨ મોટી મોટી કંપનીઓને વેચી નાંખવાનું ફરમાન કર્યું છે. આ ૧૨ કંપનીઓ પાસેથી કુલ મળીને સાડા દસ લાખ કરોડ રૂપિયા બેંકોએ લેવાના થાય છે. હવે આ બધી કંપનીઓ માલ્યાના રસ્તે ચાલીને બેંકોનું કરીને જતી રહે તો પછી બેંકોની શું હાલત થાય ? આ બધી બેંકો સરકારી છે એટલે તેમને જીવતી રાખવા છેવટે સરકારે તેમાં નાણાં નાખવા પડે ને એ નાણાં આપણા પરસેવાની કમાણીમાંથી ભરાતી સરકારી તિજારીમાંથી જ જવાનાં. એ રીતે બધો ભાર આપણાં લોકો પર જ આવવાનો ને ? હવે એવું નહીં થાય ને એક પછી એક કંપનીઓ વેચાતી જશે એટલે બેંકોનાં નાણાં સાવ નહીં ડૂબે.
એસ્સાર સ્ટીલ આર્સેલરને વેચવા સામે રૂઈયા બંધુઓએ કકળાટ આદર્યો છે પણ સ્ટેટ બેંક સહિતની બેંકોની બનેલી ક્રેડિટર્સ કમિટીએ યોગ્ય નિર્ણય લીધો છે. રૂઈયા બંધુઓએ છેલ્લે છેલ્લે મોટી રકમની ઓફર કરવાનો દાવ ખેલેલો પણ ક્રેડિટર્સ કમિટી તેમના ઝાંસામાં નથી આવી. રૂઈયાઓની ઉંચી ઓફર છતાં આટલા ઓછા રૂપિયામાં કેમ કંપનીના વેચાણને મંજૂરી અપાઈ તેનું આશ્ર્‌ચર્ય ઘણાંને થયું છે. એ સ્વાભાવિક છે પણ બેંકોએ ખરેખર શાણપણ વાપર્યું છે. તેનું કારણ એ કે, રૂઈયાઓની થોડા વધારે રૂપિયાની લાલચમાં પાછું કોકડું ગૂંચવાઈ જાય તો બેંકોએ પાછું નવેસરથી બધું ઘૂંટવું પડે.
રૂઈયાઓ પાસે પૈસા નથી એવું એ લોકો પહેલાં પણ કહી ચુકવ્યા છે. હવે અચાનક તેમની પાસે આટલા બધા રોકડા રૂપિયા કિયાથી આવી ગયા? એ રૂપિયા તેમના હોય તો તેનો અર્થ એ થાય કે એ લોકોની દાનત ખોરી હતી. બાકી અત્યાર લગી એ રૂપિયા બેંકોને કેમ ના આપ્યા? એ રકમ આપી હોત તો આ નોબત જ ના આવી હોત ને ? આ રૂપિયા તેમના ના હોય તો પછી તેમના પર કેટલો ભરોસો કરવો એ સવાલ હતો. રૂઈયાઓએ આર્સેલરના હાથમાં કંપની ના જાય એટલા અંધારામાં તીર ચલાવીને ઓફર કરી દીધું હોય એ પણ શકીય છે. બીજી મોટી કંપનીઓના ભરોસે રૂઈયાઓએ આર્સેલરને રોકવા ઓફર કરી હોય એ પણ શકીય છે. પહેલી શકીયતા સાચી હોય તો બેંકોનો ચાર દાડામાં જ પોપટ થઈ જાય. બીજી શકીયતા સાચી હોય તો રૂઈયાઓને વચન પ્રમાણે નાણાં ના મળે તો બેંકો લટકી જાય. બીજાંના ભરોસે બેંકો શું કરવા બેસે? તેની સામે મિત્તલ તો ખણખણતા રૂપિયા લઈને બેઠા છે ને બેંકોને ફટાફટ રોકડી થવાની છે એટલે બેંકો તેમના પર જ ભરોસો કરે.
એસ્સાર સ્ટીલનો પ્લાન્ટ ગુજરાતના હઝીરામાં છે ને આ કંપનીને તાળાં વાગે તો તેની મોટી અસર પડે. હજારો લોકો બેકાર થાય ને ઘણાંએ વખ ઘોળવાં પડે. આર્સેલર સ્ટીલ બિઝનેસમાં રાજા છે તેથી કંપનીને તાળાં વાગવાની શકીયતા નથી. ઊલટાની કંપની વધારે ધમધમશે એ જાતાં ગુજરાતને ફાયદો છે. એ રીતે પણ આ નિર્ણય એકદમ બરાબર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY