વાંકાનેર તાલુકાના પાજ ગામના લોકોએ જાત મહેનતે વિશાળ પુલનું સ્વ ખર્ચે નિર્માણ કરી જાત મહેનત જિન્દા બાદ ના સુત્રને સાર્થક કરીને સમાજને નવો રાહ ચીંધ્યો છે. આ વિશાળ પુલનું આગામી તા. ૨૪ ના રોજ જિલ્લા કલેકટર માકડીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
વાંકાનેર તાલુકાના પાજ ગામે આવન જાવન માટે મચ્છુ નદી અવરોધ રૂપ બનતી હોય અને છેલ્લા ઘણા વર્ષોથી ગ્રામજનો કાયમી મુશ્કેલી અનુભવતા હોય તેમજ પુલ બનાવવા માંગ કરી રહ્યા હતા પરંતુ ગ્રામજનોની માંગ માત્ર માગ જ રહી ગઈ હતી છેવટે ગ્રામજનોએ સ્વ ખર્ચે અને મહા મહેનતે બ્રિજનું નિર્માણ કરવાનો નિર્ણય લઇ પુલ બનાવીને પોતાની મુશ્કેલી સ્વ હાથે પાર પાડી હતી.
વાંકાનેરના પાજ ગામે ગ્રામજનોએ સ્વ. ખર્ચે બનાવેલ દેશના ઐતિહાસિક પ્રજાનિર્મિત બ્રિજનું કામ પુર્ણ થઇ ગયેલ હોય આ બ્રિજ નિર્માણમાં સમાજના દાતાઓ તથા વેપારી ભાઈઓએ સહકાર આપીને પાજ ગ્રામ લોક સમિતિની રચના કરી આ બ્રિજનું નિર્માણ કર્યું છે.

બ્રિજના નિર્માણ કાર્ય માટે પાજ ગ્રામ લોક સમિતિના બાદી સતારભાઈ (સમાજ સેવક), શેરસિયા ઈસ્માઈલભાઈ (એન્જીનિયર), બાદી અમીયલભાઈ (એન્જીનિયર), સિપાઈ ગુલાબભાઇ (AFPRO), માથકિયા જાકીરભાઈ (ગ્લોસી કોટેક્ષ), માથકિયા રીયાજભાઈ (કિસ્મત ટ્રેડર્સ), સિપાઈ અબ્દુલભાઈ (મિસ્ત્રી), સિપાઈ ઇકબાલ (જનતા એન્જી.),સિપાઈ નજરૂદિન (સુપ્રીમો રીવા.),સિપાઈ ઈસ્માઈલ અમી, સિપાઈ ઇલ્મુદિન ઇબ્રાહિમ, સિપાઈ યુસુફ ઉસ્માન, સિપાઈ મંજુર અબ્દુલ, સિપાઈ ઇરફાન આહમદ, શેરસિયા અલાવાદી હસન અને શેરસિયા અલાવદી હાજી સહિતનાએ જહેમત ઉઠાવી છે.

બ્રિજના લોકાર્પણ સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, પ્રાંત અધિકારી જિજ્ઞાસાબેન ગઢવી, મામલતદાર વીસી ચાવડા, ટીડીઓ એસ.એ. ચાવડા સહિતના હાજરી આપશે.
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




