ચાર શખ્શો સામે ગુન્હો નોંધાયા બાદ પોલીસની કાર્યવાહી
મોરબીના નીચી માંડલ ગામ નજીક આવેલા પેટ્રોલ પંપમાં મધરાત્રીના સમયે કારમાં આવેલા ચાર શખ્શોએ પેટ્રોલપંપના કર્મચારીને ધોકા વડે માર મારી ટેબ્લેટની લૂંટ ચલાવી આરોપી ફરાર થયા હોય જેને ઝડપી લેવા પોલીસે ચલાવેલી તપાસમાં બે આરોપીને રાત્રીના ઝડપી લેવાયા છે
મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ નીચી માંડલ નજીકના પેટ્રોલ પંપમાં ફરજ બજાવતા કર્મચારી હુકમસિંહ ભવરસિંહ રાવતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના તે પંપમાં ડ્યુટી પર હોય ત્યારે રાત્રીના ૨ : ૫૦ વાગ્યાના અરસામાં ફોર્ડ ફીગો કારમાં આવેલા આરોપી ધર્મેન્દ્રસિંહ ભાણુંભા રહે. વઢવાણ, નિર્મળ કાનગડ રહે. જસાપર તા. માળિયા તેમજ અયુબ ઉમર સામતાણી અને ફારૂક હબીબ જામ રહે. બંને માળિયા એ ચાર પૈકીના ત્રણ શખ્શો કારમાંથી ઉતરીને પેટ્રોલ પંપ ઓફિસમાં આવી આ દશુભાનો પંપ છે તેમ કહીને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને તેણે દેકારો કરતા ઓફિસમાં સુતેલા કૈલાશસિંહ, કિશોરસિંહ અને મદનસિંહ જાગી જતા આ લોકો ઓફિસમાં પડેલ ટેબ્લેટ કીમત ૬૦૦૦ ની લૂંટ ચલાવી નાસી ગયા હતા
અને તેણે પેટ્રોલપંપના માલિક દશુભાને બનાવની જાણ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે લૂંટનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી જેમાં એલસીબી ટીમ અને તાલુકા પોલીસની ટીમે ચલાવેલી સંયુક્ત તપાસમાં આરોપી અયુબ ઉમર સામતાણી અને ફારૂક હબીબ જામ રહે. બંને માળિયા વાળાને મોરબી માળિયા ફાટક પાસેથી ઝડપી લીધા છે જયારે અન્ય ફરાર આરોપીની શોધખોળ ચલાવી છે.
રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







