રફાળેશ્વર ગામની પાંચ સોસાયટીમાં રોડ ખોદી નાખ્યા, નવા ક્યારે બનશે ?

0
102

ગટરનું કામ પૂર્ણ થઇ ગયું તો રોડની સમસ્યાથી લત્તાવાસીઓ પરેશાન

મોરબી નજીક આવેલા રફાળેશ્વર ગામની સોસાયટીમાં ગટરના કામ માટે રસ્તો ખોદી નાખવામાં આવ્યા બાદ રોડ બનાવાયો ના હોય જેથી લત્તાવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે આ મામલે ડીડીઓને લેખિત આવેદન પાઠવાયું છે.

મોરબીના જાંબુડિયા ગ્રામ પંચાયતના પેટા પરા રફાળેશ્વરમાં આવેલ સોનલ સોસાયટી ગઢવી વાસની પાંચ શેરીમાં ગટરના કામ માટે રસ્તા ખોદવામાં આવ્યા હતા અને ગટરનું કામ પૂર્ણ થયા બાદ હજુ રોડ બનાવ્યો નથી હાલ ચોમાસાની ઋતુ ચાલુ થઇ છે ત્યારે તૂટેલા બિસ્માર રોડને પગલે મહિલાઓ, બાળકો અને વૃદ્ધ તેમજ વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગ્રામજનોએ આ મામલે જીલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે તેમજ ટૂંક સમયમાં પગલા ના ભરાય તો કલેકટર સુધી જવા તેમજ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

રિપોર્ટર
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY