ભુજ તાલુકાના સુમરાસર જત ગામે છ માસે અધુરા મહિને જન્મેલી બાળકીની વહારે આવી બાળસખા ૩ યોજના-બાળકીનો જીવ બચાવાયો

0
310

ભુજ તાલુકાના સુમરાસર જત ગામના સોએબ મુસાને ઘેર બાળકી આવી પણ અધુરા માસે છ માસે ડીલીવરી થઈ જયશ્રીબેન ચાવડા ફીમેલ હેલ્થ સુપરવાઇઝરે ડીલીવરી કરાવી પણ અધૂરા માસે જન્મેલી અને ૮.૩૦ ગ્રામ વજન હતુ બાળકીના જન્મ સમયે તેના હ્રદયના ધબકારા બંધ હતા. જયશ્રીબેને તાત્કાલીક સી.પી.આર કાર્ડીઓ પલ્મોનરી રીસસીટેશન પ્રોસીજર કૃત્રિમ શ્ર્વાસોશ્ર્વાસ આપ્યો અને જાણે ચમત્કાર થયો બાળકીનો હ્રદય ધબકવાનુ શરૂ થયું ત્યાર બાદ તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ભુજના ડોકટર ચિંતન ગણાત્રા બાળરોગ નિષ્ણાતની હોસ્પિટલમા સારવાર અર્થે દાખલ કરી
હાલે ગુજરાત સરકાર તરફથી બાલસખા 3 યોજના છે તે અંતર્ગત કોઈ બાળક જન્મે અને ૨૮ દિવસ દરમ્યાન તકલીફ થાય તો બાળરોગ નિષ્ણાત પાસે સારવાર લેવામા આવે તો દાખલ થયેલા બાળકને નિશુલ્ક સારવાર આપવામા આવે છે એ રીતે તેને સારવાર મળી ૫૧ દિવસ સુધી સઘન સારવાર ડો. ચિંતન ગણાત્રાએ કરી પણ તે દરમ્યાન બાળકીની તબીયતમા ચડાવઉતાર આવ્યા.તેની સારવાર દરમ્યાન તેનુ વજન ઘટીને ૭.૩૦ ગ્રામ થઈ ગયુ છ માસે અધુરા દિવસે જન્મેલ પ્રિમેચ્યોર બાળકને કમળો,નબળા ફેફસા, ચેપ(ઈન્ફેકશન), ફીડ ઈન્ટોલરન્સ, તીવ્ર પાંડુરોગ(એનેમિયા).આમ આ બધી મુશકેલીઓ આ બાળકી મા જોવા મળી હતી પરંતુ રામ રાખે તેને કોણ ચાખે અને સારવાર ચાલતી રહી આ બાળકીના જીવન માટે બાળકી અને ડોકટર ૫૧ દિવસ સુધી જંગ લડતા રહ્યા અને બાળકી સ્ટેબલ થવા માંડી.
એ રીતે બાલસખા ૩ યોજના નો મજબુત ટેકો જયશ્રીબેન ચાવડાની સમયસુચકતા અને વર્ષોનો અનુભવ તથા ડો.ચિંતન ગણાત્રાની અથાગ મહેનતને કારણે અધુરા માસે વિવિધ તકલીફો લઈને જન્મેલ બાળકીને બચાવી લેવાઈ
જ્યારે આ બાળકીને હોસ્પિટલમાથી વિદાય આપવામા આવી ત્યારે તેનુ વજન ૧૪૦૦ ગ્રામથી ઉપર હતુ અને હવે ચમચી દ્વારા દૂધ પીતુ થઈ ગઇ છે ત્યારે પિતા સોએબ મુસા અને માતા ખતુબાઈની બાળકીને જ્યારે હોસ્પિટલમાથી વિદાય આપવામા આવી ત્યારે હાજર તમામ સ્ટાફ અને ડોકટર સહિત સૌના મોઢા ઉપર બાળકીનો જીવ બચાવ્યાનો આનંદ હતો આમ સરકારની અનેક યોજનાઓ ઉપકારક છે સોએબને વહારે બાલસખા ૩ યોજના ન આવી હોત અને સમયસર સારવાર ન મળી હોત તો બાળકી કદાચ આજે હયાત હોત કે કેમ? તે પણ પ્રશ્ર્ન છે તેવું કહી સરકાર અને ડૉ.ચિંતન ગણત્રા નો આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY