નડિયાદ ખાતે ખેડા જિલ્લા મહેસુલી કર્મચારીની ચિંતન શિબિર યોજાઇ

0
111

જિલ્લા માહિતી કચેરી, નડિયાદ:
ખેડા જિલ્લાત મહેસુલી પરિવારના અધિકારીઓ / કર્મચારીઓની એક દિવસીય ચિંતન શિબિર આજે નડિયાદ ખાતે યોજાઇ હતી. કલેકટર ર્ડા. કુલદીપ આર્ય, નિવાસી અધિક કલેકટર કે.જે.રાઠોડ, પ્રાંત અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કરી ચિંતન શિબિર ખુલ્લીસ મૂકી હતી. ચિંતન શિબિર યોજાવાનો હેતું સમજાવતા કલેકટર ર્ડા. કુલદીપ આર્યએ જણાવ્યુંલ હતું કે મહેસુલી વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ રૂટીન પ્રક્રિયામાંથી બહાર આવી એક દિવસ ચિંતન કરે જનજન માટે મહેસુલી પરિવારની યોજનાઓ કેવી રીતે પહોંચાડી શકાય, કેવી રીતે શ્રેષ્ઠવત્તમ કામ કરી શકાય. અરજદારોને ખૂબ જ ઓછા સમયમાં ઝડપી ન્યાકય મળે તેઓના કામ થાય મહેસુલી પરિવારના કર્મીઓ કામ કરે છે, સારૂં કામ કરે છે તેવું લાગે તે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે.
કલેકટએ વધુમાં ઉમેર્યુ હતું કે કર્મીઓ પરસ્પાર ચર્ચા વિચારણા કરે પોતાના વિચારને રજૂ કરે એકબીજાને માર્ગદર્શન આપે અને આજના દિવસના અંતે કંઇક નવા વિચારો લઇને જાય અને પોતાની ફરજમાં તેનો ઉપયોગ કરે તો આજની ચિંતન શિબિર સાર્થક ગણાય. રાજ્ય સરકાર દ્વારા અધિકારી / કર્મચારીઓ કર્મયોગી બને તે માટે આ પ્રકારની ચિંતન શિબિરનું આયોજન કરે છે. ત્યાકરે મહેસુલ વિભાગની યોજનાઓના લાભો આમ જનતાને મળે અને તેમાં કોઇપણ પ્રકારની કચાશ ન રહે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં નિવાસી અધિક કલેકટર કે.જે.રાઠોડે સૌનું સ્વાોગત કરતાં જણાવ્યું કે રેવન્યુમ વિભાગની સેવાકીય કામગીરી ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, વિધવા સહાય યોજના, વૃધ્ધ સહાય યોજના, મધ્યાકહન ભોજન યોજના, લાભાર્થીઓને સમય મર્યાદામાં મળી જાય અને ગ્રામ્યદ વિસ્તાકરમાંથી આવતો કોઇપણ નાગરિક સારી છાપ લઇને જાય તે ખૂબજ જરૂરી છે. મહેસુલી કર્મચારી / અધિકારીઓ સંવેદનશીલ બની પોતાની ફરજો બજાવે તે ખૂબ જ ઇચ્છેનીય છે તેમ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.
ટીમ લીડરશીપ એન્ડે સેલ્ફે મોટીવેશન અંગે ભાવિક ગોસ્વાહમીએ, આંતર માનવીય સંબંધો અંગે મહેશભાઇ પટેલે જ્યારે ઇફેકટીવ કોમ્યુમનિકેશન સ્કીભલ બાબતે મેઘનાબેને મહેસુલી પરિવારના અધિકારી / કર્મચારીઓને શ્રેષ્ઠબત્તમ ઉદાહરણ સાથેની સમજ પૂરી પાડી હતી.
આ ચિંતન શિબિરમાં ખેડા જિલ્લા‍ મહેસુલી પરિવારના પ્રાંત અધિકારીઓ / નાયબ કલેકટરઓ / મામલતદાઓ / નાયબ મામલતદારઓ/ કારકુન / તલાટી સહિત મહિલા અધિકારી/ કર્મીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY