રાહુલ ગાંધીએ સદનમાં શરુ કર્યું ચિપકો આંદોલન
ન્યુ દિલ્હી,તા.૨૦
લોકસભામાં શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ચર્ચા ચાલી હતી. આ દરમિયાન રાજનાથ સિંઘે કહ્યુ હતું કે જનતાએ સરકાર ચૂંટી છે. તેમણે કહ્યુ હતું કે કેરળ જેવા રાજ્યમાં આજે ભાજપ મજબૂત બન્યું છે. ત્રિપુરામાં સામ્યવાદી સરકાર દરમિયાન પણ ભાજપને વિજય પ્રાપ્ત થયો છે. કોંગ્રેસની સરકાર દરમિયાન બહુમતીનું સન્માન કરતા અમે ક્યારેય અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની વાત કરી ન હતી કેમ કે બહુમતીમાં અમને વિશ્વાસ છે.
તેમણે કહ્યુ હતું કે આ સમજી લેવું જોઈએ કે દેશની આઝાદી બાદ પ્રથમ બિનકોંગ્રેસી સરકારને બહુમતી મળી છે. આવી સરકાર પ્રત્યે આપણે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વાત કરી રહ્યા છીએ. મોદી સરકારને ગળે મળવાના રાહુલ ગાંધીના આઈડિયા પર રાજનાથસિંહે ટોણો મારતાં કહ્યું રાહુલ ગાંધીએ સદનમાં ચિપકો આંદોલન શરુ કર્યું.
વડાપ્રધાન મોદી અને તેમની સરકારની પ્રશંસા કરતા રાજનાથે કહ્યુ હતું કે વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું સન્માન વધાર્યું છે. નોટબંધીને ઘણી વખત મુદ્દો બનાવવામાં આવે છે પરંતુ તે સમજવું જરૂરી છે કે નોટબંધી બાદ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો હતો. અમારી સરકારમાં મોંઘવારી ઘટી છે અને જીડીપી વધ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



