રાજકોટ,તા.૨૦
શહેરમા ચોરી, લૂંટ, મારામારીની ઘટના સામાન્ય બની ગઇ છે. સવારે યુર્નિવર્સિટી રોડ પર બાઇક સવાર યુવાનની આંખમા મરચાની ભુક્કી છાંટી અજાણ્યા શખ્સોએ ૨.૩૦ લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.પરંતુ થોડીવાર જ સમગ્ર હકીકત પરથી પડદો ઉંચકાયો કે આ મોકડ્રીલ હતી અને નવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશથી ક્રાઇમબ્રાન્ચના એસપીએ યોજી હતી.
આંખમાં મરચું છાંટી ધોળે દિવસે લૂંટનો બનાવ આજે સામે આવ્યો હતો જા કે તે મોકડ્રીલ નીકળી હતી. ખુદ ક્રાઇમબ્રાન્ચ, યુર્નિવર્સિટી પોલીસ આ વાતથી અજાણ હતી. બનાવની ખબર પડતા પોલીસ સમયસર પહોંચી ગઇ હતી. નવનિયુક્ત પોલીસ કમિશનરે હજુ તો ચાર્જ સંભાળ્યો એને ૪૮ કલાક પણ નથી થયા. ત્યાં પોલીસ કેટલી સજાગ છે તેની પરીક્ષા લીધી હતી. જેમાં પોલીસ પાસ થઇ જતા અમુક અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. લૂંટની બનાવના સમાચાર મળતા જ પોલીસ સમયસર પહોંચી આગળની કાર્યાહી કરવા લાગ્યા હતા અંતે મોકડ્રીલ નીકળતા પોલીસ બેડામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






