પોલીસ તપાસમાં હજારો નગ્ન ફોટો અને વિડીયો જપ્ત કરાયા અમેરિકામાં માતાએ ત્રણ વર્ષની પુત્રીનો પોર્નોગ્રાફિક ફોટો બનાવવાનો પ્રયાસ કર્યો

0
24

હેરિસબર્ગ,તા.૧૯
ભારત દેશ સહિત વિશ્વભરમાં બાળકોના જાતિય શોષણના મામલાઓ સામે આવી રહ્યા છે એવામાં માતાએ જ તેની ૩ વર્ષીય પુત્રીનું જાતિય શોષણ કરવાના કિસ્સાએ આજના આધુનિક સમાજની પોલ ખોલી નાંખી છે. અમેરિકાના ઓહાયો સ્ટેટમાં એક મહિલાની માનસિક વિકૃત્તિએ માતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવ્યું છે. ૨૬ વર્ષીય માતાએ તેની ત્રણ જ વર્ષની અબોધ પુત્રીની પોનોગ્રાફિક ફોટો બનાવાના પ્રયાસ કર્યા હતા. પોલીસે તેની સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી અને તેના બોયફ્રેન્ડને પણ આ મામલે શંકાના ઘેરામાં લેવામાં આવ્યો હતો અને પોલીસ હાલમાં તેની વિરૂદ્ધ પુરાવા એકઠા કરવાનો પ્રયત્ન કરી રહી છે.
આ મામલે ૨૬ વર્ષની માતા કાયલા પાર્કરને દોષી જાહેર કરતા પેન્સેલ્વેનિયાના એટોર્ની જનરલ જાશ શૈપિરો અને ઓહાયોના એટોર્ની જનરલ માઇક ડીવાઇને જણાવ્યું કે કાયલા પાર્કરે તેની ત્રણ વર્ષની પુત્રીનું જાતિય શોષણ કરીને જઘન્ય અપરાધ કર્યો છે. બાળકનું શોષણ અને અન્ય ગુનાઓમાં દોષી જાહેર કરીને કાયલા પાર્કર સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટના થોડા સમય અગાઉની છે જ્યારે કાયલા પાર્કર તેના બોયફ્રેન્ડ સાથે ફિલાડેલ્ફિયાના અપર ડાર્બી ખાતે રહેતી હતી. પોલીસે આ મામલે તેના ઘરની તપાસ કરી હતી. જેમાં તેની ૩ વર્ષની પુત્રીની અલગ-અલગ એન્ગલથી ખેચેલા હજારો નગ્ન ફોટો અને વિડીયો જપ્ત કર્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY