અમે વીજળી માટે દોડીએ છીએ તેઓ અવિશ્વાસના કાગળો લઈને દોડી રહ્યા છે ; મોદી

0
5

શાહજહાંપુર,તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની મુલાકાતે છે. જ્યાં તેમણે કિસાન કલ્યાણ રેલીને સંબોધન કર્યું હતું. શાહજહાંપુરમાં ‘ખેડૂત કલ્યાણ રેલી’માં કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેઓએ કોઈનું પણ નામ લીધા વગર રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યાં. મોદીએ કહ્યુ કે એક વડાપ્રધાને કહ્યુ હતું કે યોજનાઓ માટે એક રૂપિયાના ૮૫ પૈસા જ લોકો સુધી પહોંચે છે. આ કયો પંજા હતો? આજે જે ઘડીયાળી આંસુ વહાવે છે, તમારા માટે વિચારવાનો તેમની પાસે સમય ન હતો. અમારી સરકારે શેરડી પકવતાં ખેડૂતોને ૮૦% લાભ દેવાનો નિર્ણય કર્યો છે. તેઓને માત્ર વડાપ્રધાન ખુરશી જ દેખાય છે. દેશનો ગરીબ અને જવાન નહીં. શુક્રવારે રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સંસદમાં વડાપ્રધાનની ખુરશી સુધી ગયા અને તેમને ભેટ્યાં હતા. મહાગઠબંધન અંગે કટાક્ષમાં કહ્યુ કે જેટલા વધારે દળ મળશે તેટલું જ વધારે દળદળ થશે અને જેટલું વધારે દળદળ હશે તેમાં જ કમળ ખીલશે. ખોટા કામોને કોઈ બંધ કરી દે, મફતની કમાણી બંધ કરી દે, ભ્રષ્ટાચાર બંધ કરી તો તેના પર તેઓ વિશ્વાસ કરશે? વિપક્ષની મુશ્કેલી જ એ છે કે હું ભ્રષ્ટાચાર અને પરિવારવાદ વિરુદ્ધ ઊભો રહ્યો છું.
મોદીએ કહ્યુ, “તમને ખ્યાલ આવી ગયો કે તેઓ ખુરશી માટે દોડી રહ્યાં છે? પીએમની ખુરશી માટે તેઓને કંઈજ દેખાતું નથી. તેઓને ખેડૂત કે જવાન પણ નથી દેખાતા. મેં કંઈ ખોટું કામ કર્યું છે શું? શું ખોટા રસ્તે ચાલ્યો છું? મારો ગુનો એ જ છે કે હું ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યો છું. હું પરિવારવાદ વિરૂદ્ધ લડી રહ્યો છું. કેટલાંક પક્ષ કહે છે કે તેઓને મોદી પર વિશ્વાસ નથી. અમે તેમને સમજાવીએ છીએ કે આ ખેલ ખેલવો ઠીક નથી. જનતા સામે બાથ ભીડવી ઠીક નથી. મોદી કંઈ નથી આ તાકાત સવા સો કરોડ હિંદુસ્તાનીઓની છે. જેટલું વધુ કિચડ થશે એટલા વધારે કમળ ખીલશે. તે પછી સાયકલ હોય કે હાથી કોઈને પણ બનાવી લો સાથી સ્વાંગના આ સ્વાર્થને દેશ સમજી ગયો છે.
મોદીએ વધુમાં કહ્યુ, “બિસ્મિલની ધરતી શાહજહાંપુરને પ્રણામ કરૂ છું. ખેતરના હળથી રાષ્ટ્રના જાગરણ સુધી જે યોગદાન આપ્યું છે તે આખા દેશને પ્રેરણા આપે છે. ગત દિવસોમાં યુપી, પંજાબ, રાજસ્થાન, બંગાળમાં ખેડૂતો વચ્ચે જવાની તક મળી. હું જ્યાં પણ ગયો મારા અન્નાદાતાઓએ મને અને ભાજપને જે આશીર્વાદ આપ્યાં તેનાથી હું અભિભૂત છું. કેટલાંક દિવસો પહેલાં શેરડી પકવતા ખેડૂતો મને મળવા દિલ્હી મારા ઘરે ગયા હતા. મેં કહ્યુ હતું કે ટૂંક સમયમાં જ સારા સમાચાર મળશે અને હું તે વાયદો પૂરો કરવા આવ્યો છું. કોંગ્રેસે ખેડૂતો માટે કંઇ કર્યું નથી. અમારી સરકારે શેરડીના ખેડૂતોને યોગ્ય ભાવ આપ્યો. કોંગ્રેસ તો ખેડૂતો માટે મગરમચ્છના આંસૂ વહાવે છે. અમારી સરકારે ખાંડનું ન્યૂનતમ મૂલ્ય નક્કી કર્યું. ખેડૂતોને સ્જીઁનો ફાયદો આપ્યો. ૨૦ લાખ ટનની ખાંડની નિકાસની પરવાનગી આપી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY