ન્યુ દિલ્હી,તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાજના દરેક વર્ગના આર્થિક વિકાસની પોતાની નીતિને આગળ વધારવા માગે છે અને તેના ભાગરૂપે કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા દેશના લાખો ઘરનોકરો, ડ્રાઈવરો અને કૂક સહિતના ઘરઘરાઉ નોકરોને અન્ય કર્મચારીઓ જેવા લાભ અપાવવા માટે તૈયારી કરી રહી છે અને આ માટેની રાષ્ટ્રિય નીતિને પુનજીવિર્ત કરવામાં આવી રહી છે. હવે કદાચ નોકરીદાતાઓએ ઘરનોકરો, ડ્રાઈવરો, કૂક બધાના પગાર વધારવા પડશે અને આ માટે શ્રમ મંત્રાલય સેન્ટ્રલ બોર્ડની રચના કરશે. ઘરનોકરો, ડ્રાઈવરો અને કૂકને અન્ય કર્મચારીઓ જેવા લાભ આપવાની યોજના છે. જેમ કે મેડિકલ ઈત્ર્સ્યોરન્સ, પેન્શન, મેટરનીટી લીવ, ફરજિયાત રજા જેવા લાભ એમને પણ આપવામાં આવે તેવી વ્યવસ્થા થશે.
સેન્ટ્રલ બોર્ડ જે રચાવાનું છે તેમાં નોકરીદાતાઓએ પોતાના નોકરોના નામ-સરનામા રજિસ્ટર કરાવવા પડશે. ડ્રાઈવરો કે કૂક ગમે તે હોય તે બધાની નોંધણી કરાવવી પડશે અને જે કામ કરે છે તે કામનું ચૂકવણું એમને ન્યાયીક ધોરણે જ કરવું પડશે. દેશમાં ૫૦ લાખ જેટલા ઘરનોકરો કામ કરી રહ્યા છે જેમાં ૩૦ લાખ તો ફક્ત મહિલાઓ જ છે.
આ બધા કામદારોને અન્ય કર્મચારીઓ જેવા લાભ અપાવવા માટે બોર્ડમાં એમની નોંધણી થઈ ગયા બાદ એમના પગાર અને ભથ્થાના ચૂકવણા પણ બોર્ડની નજરમાં રહીને થશે. ફિક્સ સ્લેબના રેટ મુજબ એમને ચૂકવણા થશે અને બોર્ડને તેની જાણકારી રહેશે. સેન્ટ્રલ બોર્ડનું સંચાલન વરિષ્ઠ અધિકારીઓ કરશે અને બધા કર્મચારીઓને તમામ લાભ મળે છે કે નહી તેની ચકાસણી થતી રહેશે.
નોકરીદાતાઓએ તેમજ ઘરનોકરો અને ડ્રાઈવરોએ રજિસ્ટર કરાવવું પડશે અને આ બોર્ડ થકી જ સેલેરીનું પેમેન્ટ થાય તેવી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મહારાષ્ટમાં આ રીતે મથાળી બોર્ડની રચના થઈ છે અને તેને મોડલ બનાવીને શ્રમ મંત્રાલય હવે દેશભરમાં તેને લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. જે કામ કરે છે તે મુજબનું મહેનતાણું તેને મળવું જ જાઈએ અને તેમને તમામ સામાજિક સુરક્ષાઓ મળવી જાઈએ.ન્યુ દિલ્હી,તા.૨૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાજના દરેક વર્ગના આર્થિક વિકાસની પોતાની નીતિને આગળ વધારવા માગે છે અને તેના ભાગરૂપે કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા દેશના લાખો ઘરનોકરો, ડ્રાઈવરો અને કૂક સહિતના ઘરઘરાઉ નોકરોને અન્ય કર્મચારીઓ જેવા લાભ અપાવવા માટે તૈયારી કરી રહી છે અને આ માટેની રાષ્ટ્રિય નીતિને પુનજીવિર્ત કરવામાં આવી રહી છે. હવે કદાચ નોકરીદાતાઓએ ઘરનોકરો, ડ્રાઈવરો, કૂક બધાના પગાર વધારવા પડશે અને આ માટે શ્રમ મંત્રાલય સેન્ટ્રલ બોર્ડની રચના કરશે. ઘરનોકરો, ડ્રાઈવરો અને કૂકને અન્ય કર્મચારીઓ જેવા લાભ આપવાની યોજના છે. જેમ કે મેડિકલ ઈત્ર્સ્યોરન્સ, પેન્શન, મેટરનીટી લીવ, ફરજિયાત રજા જેવા લાભ એમને પણ આપવામાં આવે તેવી વ્યવસ્થા થશે.
સેન્ટ્રલ બોર્ડ જે રચાવાનું છે તેમાં નોકરીદાતાઓએ પોતાના નોકરોના નામ-સરનામા રજિસ્ટર કરાવવા પડશે. ડ્રાઈવરો કે કૂક ગમે તે હોય તે બધાની નોંધણી કરાવવી પડશે અને જે કામ કરે છે તે કામનું ચૂકવણું એમને ન્યાયીક ધોરણે જ કરવું પડશે. દેશમાં ૫૦ લાખ જેટલા ઘરનોકરો કામ કરી રહ્યા છે જેમાં ૩૦ લાખ તો ફક્ત મહિલાઓ જ છે.
આ બધા કામદારોને અન્ય કર્મચારીઓ જેવા લાભ અપાવવા માટે બોર્ડમાં એમની નોંધણી થઈ ગયા બાદ એમના પગાર અને ભથ્થાના ચૂકવણા પણ બોર્ડની નજરમાં રહીને થશે. ફિક્સ સ્લેબના રેટ મુજબ એમને ચૂકવણા થશે અને બોર્ડને તેની જાણકારી રહેશે. સેન્ટ્રલ બોર્ડનું સંચાલન વરિષ્ઠ અધિકારીઓ કરશે અને બધા કર્મચારીઓને તમામ લાભ મળે છે કે નહી તેની ચકાસણી થતી રહેશે.
નોકરીદાતાઓએ તેમજ ઘરનોકરો અને ડ્રાઈવરોએ રજિસ્ટર કરાવવું પડશે અને આ બોર્ડ થકી જ સેલેરીનું પેમેન્ટ થાય તેવી ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મહારાષ્ટમાં આ રીતે મથાળી બોર્ડની રચના થઈ છે અને તેને મોડલ બનાવીને શ્રમ મંત્રાલય હવે દેશભરમાં તેને લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. જે કામ કરે છે તે મુજબનું મહેનતાણું તેને મળવું જ જાઈએ અને તેમને તમામ સામાજિક સુરક્ષાઓ મળવી જાઈએ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"