એમ્સ હોસ્પિટલમાં પૂર્વ પીએમ વાજપેયીની સુરક્ષામાં ગાબડાં

0
12

ન્યુ દિલ્હી,તા.૨૧
ભારતરત્ન પૂર્વ વડા પ્રધાન અટલિબહારી વાજપેયી જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એમ્સ)ના આઈસીયુમાં દાખલ છે. તેમની સુરક્ષા-વ્યવસ્થા કડક હોવા છતાં તેમાં ગાબડાં હોવાનો સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે.
એમ્સના કાર્ડિયાક ન્યૂરો સેન્ટરમાં કામ કરતા આઈસીયુ ટેકનિશિયન પોતાના સાથીને ડોક્ટર હોવાનું જણાવીને આઈસીયુ સુધી લઈ જવામાં સફળ રહ્યો હતો, જાકે ત્યાર બાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના બાદ એમ્સના આ ટેકનિશિયનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જાકે એમ્સ દ્વારા આ બાબતે મૌન સેવવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષાને તોડવામાં ટેકનિશિયનના દોસ્તની કોઈ દુર્ભાવના કે બદઈરાદો બહાર આવ્યો નથી. તેથી પૂછપરછ બાદ તેને છોડી દેવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ટેકનિશિયનનો મિત્ર વાજપેયીને જાવા ઈચ્છતો હતો અને તેથી તે કાર્ડિયાક સેન્ટરના આઈસીયુમાં જવા માગતો હતો કે જ્યાં વાજપેયીને દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિશિયનની ડ્યૂટી આ આઈસીયુમાં હતી અને તેથી તેના આવવા-જવા પર કોઈ રોકટોક ન હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY