પીએમ મોદી રવાન્ડા પ્રવાસે જશે,ગિફ્ટમાં ૨૦૦ ગાયો આપશે..!!

0
26

ન્યુ દિલ્હી,તા.૨૧
મોદીના વિદેશ કાર્યક્રમના ખર્ચ બાબતે અનેક સવાલો ઉઠ્યા છે. પ્રધાનંત્રી પર પર સૌથી વધુ વિદેશી પ્રવાસ મોદીએ કર્યા છે. જેના ભારે ભરખમ ખર્ચ પર આરટીઆઈ પર પણ થઈ રહી છે. હવે મોદી ફરી એકવાર ૨૩ મી જુલાઇના રોજ રવાન્ડા જઇ રહ્યાં છે. આ દરમિયાન ભારત રવાન્ડાને સ્પેશ્યલ ગિફ્ટ આપવા જઈ રહ્યુ છે. પ્રધાનમંત્રી આ યાત્રા દરમિયાન રવેરું મોડલ ગામ પણ જઈ રહ્યાં છે. જ્યાં ૨૦૦ ગાયોને મોદી ગિફ્ટ તરીકે આપશે.આ ગામ રવાન્ડાના પૂર્વ રાજ્યમાં છે. આ ગાયોને રવાન્ડાના રાષ્ટપતિ પોલ કાગામેના ફ્લેગશિપ કાર્યક્રમ ગિરિંકામાં યોગદાન સ્વરૂપે અપાઈ રહી છે. આ ગાયોને સ્થાનિક લોકો પાસેથી ભારતે લીધી છે. આ ગાયોને રવાન્ડાના વાતાવરણ મુજબ તૈયાર કરાઈ છે.. રવાન્ડાની સીમાઓની આસપાસ સમુદ્રનો કિનારો જ નથી.
ગિરિંકા એ દેશમાં ગરીબી નાબૂદ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ છે. આ શબ્દનો અર્થ છે એક ગાય રાખોપ રવાન્ડા સરકારે વર્ષ ૨૦૦૬માં એક ગરીબ પરિવાર માટે એક ગાય યોજના લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ ગરીબીને નાબૂદ કરવાનું સરકારનું આયોજન છે. રવાન્ડા સરકારનો દાવો છે કે આ યોજના હેઠળ ૩.૫૦ લાખ પરિવારોને ફાયદો થયો છે. સામાજિત મહત્વ હેઠળ આ પ્રોગ્રામની સીધી દેખરેખ રાષ્ટપતિ પોલ કાગામે જાતે રાખી રહ્યાં છે. મોદી પણ આ કાર્યક્રમ હેઠળ જઈ રહ્યાં હોવાથી વિદેશ પ્રવાસમાં ૨૦૦ ગાયો લઇ જઈ રહ્યાં છે. જે રવાન્ડા સરકારને ભેટ આપી સંબંધોને વધુ સુધારવાનો પ્રયત્ન કરાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY