રાજપીપળા નાગરિક બેંકના ડિરેકટર પંકજ વ્યાસે હાલની મેનેજીંગ કમિટી વિરુદ્ધ સહકાર મંત્રી,જિલ્લા પ્રભારી મંત્રી અને રજિસ્ટ્રારને લેખિતમાં રજુઆત કરી.
રાજપીપળા:રાજપીપળા નાગરિક બેંકના બે કર્મચારીઓને ભૂતકાળમાં મેનેજીંગ કમિટી દ્વારા ગંભીર ગેરરીતિના મામલે બરતરફ કર્યા હતાં બાદમાં રાજપીપળા નાગરિક બેંકમાં સત્તા પરિવર્તન થયું હતું,તો હાલનું બોર્ડ આ બરતરફ કરાયેલા કર્મચારીઓને ખોટી રીતે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું હોવાનું ખુદ બેંકના હાલના ડિરેકટર,માજી ચેરમેન અને જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પંકજ વ્યાસે આક્ષેપ લગાવ્યો છે.અને આવા ડિરેક્ટરો સામે પગલાં ભરવા રાજ્યના સહકાર મંત્રી,જિલ્લા પ્રભારી મંત્રી અને રજિસ્ટ્રારને લેખિતમાં રજુઆત કરી છે.
પંકજ વ્યાસે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે જે તે સમયે રાજપીપળા નાગરિક બેંકમાં પાસિંગ ઓફીસ તરીકે ફરજ બજાવતા મલકેશ શાહને બેંક માંથી 45,000 રૂપિયા પગાર ચૂકવાતો હતો,છતાં પણ બેંકના સ્ટેન્ડિંગ રૂલ્સનો ભંગ કરી બેંકમાં રહી વીમા એજન્ટ તરીકે કામ કરી તગડું કમિશન પોતાના ખિસ્સામાં મુકાતા હતા.તો બીજી બાજુ બેંકના લોન ઓફિસર જયેશ પાઠક પણ એમની સાથે રહીનેે ગંભીર ગેરરીતિ આચરી હતી.તો આ બન્ને અધિકારીઓ સામે તપાસ અધિકારીની નિમણુંક કરી 9 માસની ઇન્કવાયરી બાદ તપાસ અધિકારીના રિપોર્ટને આધારે જે તે સમયે બેંકની મેનેજીંગ કમિટીએ બરતરફ કર્યા હતા.
આ બન્ને વ્યક્તિઓએ બેંક સામે ભરૂચ લેબર કોર્ટમાં દાવો કર્યો છે.હવે હાલની મેનેજીંગ કમિટીએ આ બન્ને વ્યક્તિઓને પુનઃ નોકરી પર લેવા 4/5/2018ના રોજ અરજી લીધી છે.કોર્ટ મેટર પેન્ડિંગ હોય તો પુનઃ નોકરી પર લઈ શકાય નહીં એવુ બેંકના વકીલે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે.છતાં પણ બહુમતીના જોરે એમને નોકરી પર લેવાના ઠરાવનો અમે વિરોધ નોંધાવેલો હતો.તે છતાં બેંકના વર્તમાન એમ.ડી એ જાતે જઈ કોર્ટમાં સમાધાન કરાર રજૂ કર્યો છે.આમ બેંકમાં ગેરરીતિ આચરનારા બેંકના કર્મચારીઓને બચાવવામાં જવાબદાર હોદ્દેદારો ખોટુ પ્રોત્સાહન આપી બેંકને વધુ નુકસાન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે,તો આવા ડિરેક્ટરો સામે શિક્ષાત્મક પગલાં ભરવા વિનંતી.
બીજી બાજુ આ લેખિત રજુઆત બાદ નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર એ.ડી.માહલાએ પણ આવા ડિરેક્ટરો સામે પગલાં લેવા બાબતે અને આ મેટર કોર્ટમાં પેન્ડિંગ હોય બેંક કક્ષાએથી કોઈ જ નિર્ણય નહિ કરવા રાજપીપળા નાગરિક બેંકના મેનેજરને લેખિતમાં જાણ કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





