રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની નર્સને ચાલુ ફરજે પતિએ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

0
150

સિવિલ હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવતી દિપીકાબેન ચૌહાણ ફરજ પર હતા ત્યારે પતિ એ ત્યાં આવી ગાળાગાળી કરી ધમકી આપતા ફરિયાદ

રાજપીપળા: રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં નર્સ તરીકે ફરજ બજાવતા દિપીકાબેન ચંદ્રકાન્તભાઈ ચૌહાણ એ આપેલી ફરિયાદ મુજબ એ ગત તારીખ 7 જૂન ના રોજ સવારે સિવિલ માં ફરજ પર હતા ત્યારે લઘભગ નવ વાગે એમના પતિ ભુપેન્દ્રસિંહ ચીમનભાઈ પરમાર ત્યાં આવી એમને ગંદી ગાળો આપી કાન પકડીને ખેંચ્યા બાદ તું હવે નોકરી પર આવશે તો તને જાન થી મારી નાખીશ એવી ધમકી આપતા હોસ્પિટલ માં સ્ટાફ અને દર્દીઓ ના ટોળા એકઠા થઈ ગયા હતા ત્યાર બાદ પતિ ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા પરંતુ ગભરાયેલી દિપીકાબેને આખરે આ બાબતે ગતરોજ તારીખ 23 જુલાઈ એ પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચીફ રીપોર્ટેર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY