નર્મદા જિલ્‍લામા છેલ્લા 24 કલાક દરમિયાન 20 મિ.મિ.વરસાદ જોવા મળ્યો

0
91

રાજપીપળા:નર્મદા જિલ્‍લામાં તા.24 મી જુલાઇ, સવારના ૬=૦૦ કલાક પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નાંદોદ તાલુકામાં- ૦૨ મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં- 06 મિ.મિ., સાગબારા તાલુકામાં- 08 મિ.મિ., તિલકવાડા તાલુકામાં- 02 મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં 02 મિ.મિ. મળી જિલ્લાનો કુલ 20 મી .મી .વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્‍ત થયા છે.

જયારે સવારે 6 વાગ્યા સુધીમાં ડેમની સપાટી જોઈએ તો નર્મદા ડેમ ની સપાટી- 111.25 મીટર હતી જેની (ભયજનક સપાટી-139.36 મીટર ) જયારે કરજણ ડેમ ની સપાટી- 106.82 મીટર હતી (ભયજનક સપાટી 116.11 મીટર ) નોંધાઈ હતી જોકે સાંજે ચાર વાગતા સુધીમાં ફરી મેઘરાજા એ એન્ટ્રી મારતા ધીમીધારે વરસાદ શરૂ થયું હતો અને વાદળો ઘેરાતા વાતાવરણ અંધકારમય બન્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY