હરિદ્વાર થી ઉન્નાવ વચ્ચે ગંગાનું પાણી પીવાં અને નાહવા યોગ્ય નથી : એનજીટી

0
826

ન્યુ દિલ્હી,તા.૨૮
નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલ એ ગંગા નદીની સ્થિતી પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, હરિદ્વાર થી ઉત્તરપ્રદેશના ઉન્નાવ શહેર વચ્ચે ગંગાનું પાણી પીવાં અને નાહવા યોગ્ય નથી. દ્રયએ કહ્યું લોકો શ્રદ્ધાપૂર્વક નદીનું પાણી પીવે છે અને તેમાં ન્હાય છે પરંતુ તેમને ખ્યાલ નથી કે, તેનું તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
વધુમાં કહ્યું કે, લોકો શ્રદ્ધા અને સમ્માન સાથે ગંગાજળ પીવે છે અને તેમાં ન્હાય છે. તેમને ખ્યાલ નથી કે, તે તેમના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. જા સિગરેટના પેકેટમાં તે ચેતવણી લખી હોય છે કે આ સ્વાસ્થ્ય માટે ઘાતક છે તો લોકોને નદીના પ્રતિકુળ પ્રભાવો વિશે જણકારી કેમ ના આપવામાં આવે?
એનજીટી પ્રમુખની અધ્યક્ષતાવાળી બેચે કહ્યું, અમારો દ્રષ્ટીકોણ છે કે મહાન ગંગા પ્રત્યે અપાર શ્રદ્ધા જાતાં, લોકો તે જાણ્યા વિના તેનું પાણી પીવે છે અને તેમાં ન્હાય છે કે જળ ઉપયોગ કરવા યોગ્ય છે કે નહી. ગંગાજળનો ઉપયોગ કરતા લોકોના જીવન જીવવાનો અધિકાર સ્વિકારવો જરૂરી છે અને તેમને આ જળ વિશે જાણકારી આપવી જાઇએ.
આ અંગે એનજીટીએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના ૧૦૦ કિલોમીટરના અંતર પર ડિસ્પ્લે બોર્ડ લગાવવાનો નિર્દેશ આપ્યો જેથી તે જાણકારી આપી શકાય કે જળ પીવા યોગ્ય છે કે નહી. તેમજ ગંગા મિશન અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને બે અઠવાડિયાની અંદર પોતાની વેબસાઇટમાં ગંગાનું પાણી કહ્યાં સ્થાનો પર પીવા અને ન્હાવા યોગ્ય છે કે નહી તેનું માનચિત્ર લગાવવાનો નિર્દેશ આપ્યો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY