પૂણે,તા.૨૮
એક મુસ્લિમ મદરેસામાં બાળકોનું યૌન શોષણ થતું હોવાની ઘટના સામે આવી છે. આરોપ મદરેસાના મૌલવી પર લગાવવામાં આવ્યો છે. બે બાળકો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે પોલીસે આ મદરેસામાંથી ૩૬ બાળકોને મુક્ત કરાવ્યા છે. તે સાથે જ મૌલવીની ધરપકડ કરીને તેમની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. ૨૧ વર્ષનો મૌલવી મૂળ બિહારનો છે.
પોલીસે જણાવ્યું કે, આ મદરેસામાં રહેતા મોટા ભાગના બાળકો બિહારના હતા. તેમાંથી ૧૦ વર્ષના બે બાળકો થોડા દિવસ પહેલાં મૌલવીથી પરેશાન થઈને આ મદરેસામાંથી ભાગી ગયા હતા. ત્યારપછી તેઓ એનજીઓ સાથે સંકળાયેલા બે એનજીઓ કાર્યકર્તાઓને મળ્યા હતા. આ કાર્યકર્તાઓ જ્યારે પહેલાં તેમની સાથે વાત કરી તો તેમણે કશું જ ન કહ્યું પરંતુ થોડા દિવસ પછી તેમણે મદરેસાની સમગ્ર માહિતી આપી હતી. ત્યારપછી બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. સમિતિના સભ્યોએ પૂછપરછ કરતાં બાળકોએ મદરેસામાં યૌન શોષણ થતું હોવાની વાત કરી હતી.
ઘટના પુણેના કોંઢવા વિસ્તારની છે. ત્યાં જમીતુલ ખૈરીયા અલ ઈસ્લામિયા એજ્યુકેશન દ્વારા સંચાલિત અનાથ આશ્રમમાં પોલીસે મોડી રાતે દરોડા પાડીને ૩૬ બાળકોને મુક્ત કરાવ્યા છે.
પોલીસ ઈન્સપેક્ટર મિલિંગ ગાયકવાડે જણાવ્યું કે, ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. તેમાં જે પણ દોષિત મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





