૧૦થી ૧૭ ઓક્ટોબર સુધી ૭ દિવસ નવરાત્રી વેકેશન : શિક્ષણમંત્રી

0
15

ગાંધીનગર,તા.૩૧
છેલ્લા થોડા દિવસો અગાઉ ભાવનગર ખાતેથી વિભાવરીબેન દવેએ કરેલી નવરાત્રી વેકેશનની જાહેરાત બાદ સતત વિવાદ વધી રહ્યો છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રીના વેકેશન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં નવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. યુવાધનમાં આદ્યશક્તિની ઉપાસના કરે છે. ગુજરાતમાં યુવાધન નવરાત્રી અને દશેરા ધામધુમથી ઉજવે છે. શાળાઓમાં નવરાત્રિ દરમિયાન પાંખી હાજરીના અહેવાલ મળ્યા છે. લોક લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકારે રજાઓ જાહેર કરી છે.
ભૂપેન્દ્રસિંહે કહ્યું કે, ૧૦ ઓક્ટોબરથી નવરાત્રિના વેકેશનની શરૂઆત થશે. ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. ૧૦ ઓક્ટોબરથી ૧૭ ઓક્ટોબરનું મિનિવેકેશન જાહેર કરાયું છે. ૭ દિવસ નવરાત્રિનું વેકેશન રહેશે. ૧૦- ૧૭ ઓક્ટોબર સુધી વેકેશન આપવાનો સરકારનો નિર્ણય. રાજ્ય સરકારના નિર્ણયને લોકોએ આવકાર્યો છે. પરીક્ષા બાબતે કોઇ અડચણ આવતી નથી. ઘણા સમયથી વેકેશન માટે માગણી હતી જે સરકારે સંતોષી છે. ૧૯ ઓક્ટોબરથી પરીક્ષાની શરૂઆત થશે. નવરાત્રી વેકેશનને કારણે દિવાળીના વેકેશનમાં કાપ મુકાશે. દિવાળી વેકેશન ૫ નવેમ્બર થી ૧૮ નવેમ્બર રહેશે. દિવાળી વેકેશનમાં ૭ દિવસનો કાપ મુકાયો. મને કોઇએ આવેદનપત્ર આપ્યું નથી.
સાથો સાથ તેમણે કહ્યું કે, ગુજરાત બોર્ડની શાળાઓમાં નિર્ણય લાગુ પડશે. તમામવર્ગના લોકોએ નવરાત્રી વેકેશનના નિર્ણયને આવકાર્યો. વિપક્ષ સરકારના તમામ નિર્ણયોની ટીકા કરે છે. વિપક્ષ દરેક બાબતની ટીકા કરે છે. સરકારે વેકેશનની તારીખોમાં પુનઃવિચાર કરીને બદલાવ કર્યો.
હ્લઇઝ્રમાં પ્રપોઝલ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હ્લઇઝ્રમાં પ્રપોઝલ કરવાનો આજે છેલ્લો દિવસ છે. પ્રપોઝલ નહીં કરનાર શાળા સામે પગલા લેવામાં આવશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY