રેલવે અકસ્માતમાં લેવાયો ૧૦ દિવસમાં ૮૮નો ભોગ, ૧૦૦થી વધુ ઈજાગ્રસ્ત

0
17

મુંબઈ,તા.૧૩
છેલ્લા ૨૪ કલાકમાં રેલવે અકસ્માતમાં ૧૨ પ્રવાસીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૯ પ્રવાસીને ઈજા પહોંચી છે અને આૅગસ્ટ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં વિવિધ રેલવે અકસ્માતમાં ૮૮ પ્રવાસીનો ભોગ લેવાયો છે, જ્યારે ૧૦૦થી વધુ પ્રવાસી ઈજાગ્રસ્ત થયા છે.
રોજે લાખો પ્રવાસીઓને તેમના નિર્ધારિત સ્થળે પહોંચાડનારી મુંબઈની લાઈફલાઈન હવે મુંબઈગરાઓ માટે જોખમી બની રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલા વિવિધ રેલવે અકસ્માતમાં ૧૨ પ્રવાસીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૯ પ્રવાસીને ઈજા પહોંચી હતી. આૅગસ્ટ મહિનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં થયેલા રેલવે અકસ્માતમાં ૮૮ પ્રવાસીના મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૦૩ પ્રવાસીને ગંભીર ઈજા પહોંચી હોવાનું આપવામાં આવેલા આંકડા પરથી સ્પષ્ટ થાય છે. નવમી આૅગસ્ટના પણ રેલવે અકસ્માતમાં ૧૨ પ્રવાસીનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૧૫ પ્રવાસીને ઈજા પહોંચી હતી.
વર્ષ ૨૦૧૬-૧૭માં રેલવે અકસ્માતમાં મૃત્યુ પામનારા પ્રવાસીઓનું પ્રમાણ ૩૦૧૪ જેટલું હતું જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા ૩૩૪૫ જેટલી જોવા મળી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY