૧૫ આૅગષ્ટ પહેલાં રાજકોટમાંથી દેશી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઈ

0
20

પોલીસે ૧૭ દેશી તમંચા સાથે ૪ની ધરપકડ કરી
રાજકોટ,તા.૧૩
૧૫મી ઓગસ્ટ નજીક છે ત્યારે રાજકોટના અટિકા વિસ્તારમાં કોઠારીયા રોડ પર કૃષ્ણનગર-૧માં આવેલી શક્તિ ઇન્ડસ્ટ્રીઝમાં હથિયાર બનાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. એસઓજી પોલીસ બાતમીના આધારે દરોડો પાડતા હથિયાર બનાવતું કારખાનું ઝડપી પાડ્યું છે. પોલીસ ૧૭ દેશી તમંચા સાથે ૪ શખ્સોની ધરપકડ કરી છે. છેલ્લા ૧ મહિનાથી આ કારખાનામાં દેશી બનાવટના હથિયારો બનાવવામાં આવતા હતા અને પોલીસે ૯૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કારખાનામાં ગેરકાયદેસર દેશી બનાવટના હથિયારો બનાવતા ચાર આરોપીની પોલીસ ધરપકડ કરી છે. જેમાં હિરેન જેન્તીભાઇ સરધારા, હર્ષદ અરજણભાઇ હોથી, અલ્પેશ કેશુભાઇ વસાણી અને બાલુભાઇ શંકરભાઇ સાસોદીયાનો સમાવેશ થાય છે.
પોલીસે કારખાનામાંથી ૧૭ દેશી તમંચા, ૧૭ લાકડાના બટ, ૧૦ લોખંડની બોડી, ૯ બેરલ, ૧૦ બેરલ બનાવવાના પાઇપ, ૧૧ ફાયર પોઇન્ટનો લોખંડનો ભાગ, ૧૮ બોડી ફિટિંગના ચીપીયા, ૮ બોડી ફિટિંગના ચીપીયા, ૧૦ ટ્રીગલ ગાર્ડ, ૧૧ ફાયર પીન, ૧૩ ફાયર પોઇન્ટ, ૫ લોખંડના બેરલ સપોર્ટર અને ૬ લોખંડની બટ અને બોડીનો સમાવેશ થાય છે.
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, ૧ મહિનાથી કારખાનું ચાલતું હતું. હથિયારો બનાવી કોને આપવામાં આવતા, આનો ઉદ્દેશ શું હતો, હથિયાર બનાવવામાં કોઈની મદદ મળતી કે નહીં, ભાવ શું હતો તે બધું આરોપીની પૂછપરછ બાદ જ બહાર આવશે. હથિયાર તાલીમ વગર ન બને, મુખ્ય આરોપી હિરેન પટેલ છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY