મુંબઈ,તા.૧૭
બિગ બોસ ૧૨ ની શરૂઆત થઈ ગઈ છે. આ પોપ્યુલર રિયલીટી શોના પ્રોમો અને લોગો લોન્ચ થયા ગયા છે. આ વખતે કયા સેલેબ્રીટી કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળશે તે જાણીએ. દેબીના બેનર્જી-ગુરમીત ચૌધરી, મિલિંદ સોમન-અંકિતા કોવર, પરમ સિંહ, સ્ટારલેટ એમ રોઝ, પમ્મી એન્ટીના નામ ફાઇનલ થઈ ચૂક્યા છે.
બીજી બાજુ જાણવા મળી રહ્યું છે કે માહિકા શર્મા, ડેની, દીપિકા કક્કર, તેમના પતિ શોએબ ઇબ્રાહિમ સાથે બીગ બોસ ૧૨માં ભાગ લેવા માટે નિર્માતાઓ વાતચીત કરી રહ્યા છે. આ શોમાં ૨૧ કન્ટેસ્ટન્ટ હશે. ૩ સેલબ્રિટી કપલ અને ૩ કોમનર કપલ જોવા મળશે. આ રીતે ૧૨ કંટેસ્ટન હશે. બીગ બાસ -૧૨ સપ્ટેમ્બરમાં શરૂ થશે. ધણી વખત એવું થાય છે કે ખતરો કે ખીલાડીની સમાપ્ત પછી જ બીગ બોસ શરૂ થાય છે. પરંતુ આ વખતે એમ નથી.
જો આ ખબર સાચી સાબિત થાય છે તો આ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય. રિપોટ્ર્સ પ્રમાણે, શોને પહેલાંથી વધુ ઈન્ટરેસ્ટ્રીંગ કરવા માટે એક જ જેન્ડરના કપલ આવી શકે છે. ગે અને લેસ્બિયન કપલ પણ શોર્ટલીસ્ટ કરવામાં આવશે. તેના સિવાય એડલ્ટ સ્ટારની શોધ પણ થઈ રહી છે. પોર્નસ્ટાર શાંતિ ડાયનામાઇટ પણ પાર્ટીસીપેટ કરી શકે તેવી ચર્ચા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



