કુપવારામાં એક કુખ્યાત આતંકવાદીને ઠાર કરાયો

0
634

શ્રીનગર, તા. ૨૯
જમ્મુ કાશ્મીરમાં કુપવારા જિલ્લાના વન્ય વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામમાં એક કુખ્યાત ત્રાસવાદીને ઠાર મરાયો હતો. આતંકવાદીઓની ઉપÂસ્થતિ અંગે માહિતી મળ્યા બાદ કુપવારાના વન્ય વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બંને પક્ષો વચ્ચે સામ સામે અથડામણ થઇ હતી. ઠાર કરાયેલા આતંકવાદીની ઓળખ થઇ શકી નથી. સાથે સાથે આ આતંકવાદી કયા સંગઠનનો હતો તે અંગે પણ માહિતી મળી શકી નથી. દરમિયાન આર્મી પેટ્રોલ ટુકડી ઉપર સોપિયનમાં ગ્રેનેડ હુમલો પણ કરવામાં આવ્યો હતો જેમાં એક આર્મી જવાનને ઇજા થઇ હતી. જમ્મુ કાશ્મીરમાં હાલના સમયમાં આતંકવાદી ગતિવિધિમાં એકાએક વધારો થયો છે. યુદ્ધવિરામનો અંત લાવવામાં આવ્યા બાદ પણ હજુ આતંકવાદી ગતિવિધિ જારી રહી છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY