અમદાવાદ,તા.૨૯
રાજ્યભરમાં પ્લાસ્ટિક પર સરકારે મુકેલા પ્રતિબંધને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. જેમાં ૫૦ માઈક્રોનથી વધુ જાડી ગુણવત્તા ધરાવતા પ્લાસ્ટિક કપ અને ગ્લાસ પર પ્રતિબંધન લગાવી શકાય તેવી રજૂઆત કરવામાં આવી છે. આ સિવાય પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે રાજ્ય સરકાર માળખાકીય સુવિધા ઊભી કરે તેવી પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇકલિંગ અને રસ્તાઓના રિસર્ફેસીંગ સહિતના ઉપયોગમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ થાય, તે માટે જરૂરી પગલાં લેવા અરજી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
હાઈકોર્ટે રાજ્ય સરકાર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અમદાવાદ મહાનગર પાલિકા સહિતના પક્ષકારોને નોટિસ ઇશ્યુ કરી છે. અને બે અઠવાડિયામાં ખુલાસો કરવાનો આદેશ કર્યો છે. આ અંગે ૧૨ સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



