પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને,મોદી સરકારનું મૌન યથાવત્‌

0
11

ગાંધીનગર,તા.૨૯
દિવસેને દિવસે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી પડયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય માણસનું જીવન અસામાન્ય બન્યું છે. ત્યારે રાજ્ય સહિત વડોદરામાં પેટ્રોલમાં ૧૩ પૈસા અને ડીઝલમાં ૧૫ પૈસાનો વધારો થયો છે.
ત્યારે હવે પેટ્રોલ પ્રતિ લિટરે ૭૭.૧૧ રૂપિયે અને ડિઝલ પ્રતિ લીટરે ૭૪.૬૦ રૂપેયે પહોંચ્યું છે. રોજ વધતા ભાવને લઈને ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર અહેવાલ પર નજર કરીએ તો, રાજ્ય સહીત વડોદરામાં પણ પેટ્રોલના ભાવમાં વધારો થયો છે.
વડોદરામાં પેટ્રોલમાં ૧૩ પૈસા અને ડીઝલમાં ૧૫ પૈસાનો વધારો થયો છે. સરકાર આમ પૈસામાં વધારો કરીને કદાચ એમ વિચારતી હશે કે, પૈસામાં થયેલ વધારો જનતા ની નજરે નહી ચઢે, ત્યારે હવે વડોદરામાં પેટ્રોલ ૭૭.૧૧ રૂપિયા અને ડીઝલ ૭૪.૬૦ રુપિયા થયો છે
એકતરફ મોંઘવારીથી ત્રસ્ત સામાન્ય જનતા જીવન સાથે ઝઝુમી રહી છે એવામાં દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જી છે.
અચ્છેદીનના બણગા વગાડતી સરકાર માટે કદાચ મોંઘવારી એટલે જ અચ્છે દીન એમ માની ને લોકો રોંજીદા જીવન ને જીવી રહ્યા છે. ત્યારે સામાન્ય માણસનું જીવન અસામાન્ય બન્યું છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY