વિદેશી દારૂનો જથ્થો લાવનાર ગાડીનો ચાલક અંધારાનો લાભ લઇ ફરાર,જ્યારે અંદર બેઠેલો એક ઈસમને પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
રાજપીપળા:
નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જિલ્લામાં પ્રોહીબેશનની પ્રવૃત્તિ પર રોક લગાવવા એક ડ્રાઇવનું આયોજન કર્યું હતું.એમની સૂચના મુજબ નર્મદા જિલ્લા નાયબ પોલીસ વડા પરમારના માર્ગદર્શન હેઠળ સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ઉપર સાગબારા પોલીસ પીએસઆઇ વાય.એમ.શિરસાઠ, ડી.એ.ક્રિશ્ચિયન સાહિતની ટિમ વાહન ચેકીંગમાં હતી.
દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી MH 43 X 4930 નંબરની સિલ્વર કલરની સ્કોડા ગાડી પસાર થઈ રહેલી હતી.ત્યાં પોલીસની નાકાબંધી જોતા ગાડીના ચાલકે ગાડી ત્યાંથી પાછી વાળી સેલંબા તરફ ભગાવી હતી.ત્યારે પોલીસ ટીમે એ ગાડીનો પીછો કર્યો હતો બાદ ગાડીના ચાલકે ગાડી ગોટપાડાથી થોડે દુર કનખાડી ગામ તરફ જતા રસ્તે ઉભી રાખી અંદર બેઠેલો ચાલક તો અંધારાનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ થયો હતો.જ્યારે અંદર બેઠેલો બીજો એક ઈસમ કનૈયા દિપક દામાં ભાગવાની કોશિશ કરતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.બાદ પોલીસે વિવિધ બ્રાન્ડનો 66,820 રૂપિયાનો વિદેશી દારૂ તથા 4.50 લાખની સ્કોડા ગાડી મળી કુલ 5,26,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કનૈયા દિપક દામાંની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





