ભરૂચના જુના નેશનલ હાઈવે નંબર ૮ જી.એન.એફ.સી રોડ પર આવેલી વિશ્વાસ કોઓપરેટિવ.હાઉસિંગ. સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં બે દિવસ થી અવિરત વરસી રહેલ મેઘરાજાના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા હતાં.
પરંતુ ભરૂચ જુના નેશનલ હાઈવે નંબર ૮ પર થોડાં સમય પહેલાં જ ઉચાઈ પર નવા રોડ બન્યો હોવાથી અને સાઈડ પર પાણી નિકાલ માટે પાણીની ચેમ્બરો બનાવવામાં આવી હતી.રોડ રસ્તાની ઉચાઈ વધારે હોવાથી આજુબાજુ ની સોસાયટીઓ નીચાણમાં જતા ગત રોજ વરસેલા ભારે વરસાદના કારણે વિશ્વાસ કોઓપરેટિવ. હાઉસિંગ.સોસાયટી માં લોકોના ઘરોમાં એક થી બે ફૂટ જેટલા વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
આ અંગેની જાણ સ્થાનિકો દ્રારા ખેડૂત આગેવાન જયેશ પટેલ અને ઝાડેશ્વર સરપંચ ને કરતાં તેવો દ્રારા જગ્યા પર પહોંચી જે.સી.બી બોલાવી પાણીના નિકાલ માટે યોગ્ય કામગીરી કરવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






