લોહિયા સમાજવાદના મુદ્દે નિષ્ફળતા..

0
129

લોહિયાના સમાજવાદને જાળવવામાં મુલાયમ સિંહ યાદવ સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થઇ ગયા છે. બે વર્ષે પહેલા સત્તાને લઇને પરિવારવાદમાં જે જંગ છેડાઇ ગયો હતો તેના કારણે સળગી રહેલા જવાળામુખી આખરે ફાટી ગયો છે. આની શક્યતા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. શિવપાલ સિંહ યાદવે આખરે સમાજવાદી પાર્ટી સાથે છેડો ફાડી લઇને અલગ પાર્ટીની રચના કરી લીધી છે.

શિવપાલના બળવા બાદ સમાજવાદી પાર્ટી બે ભાગમાં વિભાજિત થઇ ગઇ છે. જા કે જે રીતે પાર્ટી પર અધિકારવાદને લઇને લડાઇ ચાલી હતી તેનાથી એક બાબત તો સ્પષ્ટ હતી કે વિભાજન તો થશે જ. આખરે દહેશત સાચી સાબિત થઇ છે. મુલાયમ સિંહ યાદવ તાલ ઠોકીને પોતાને લોહિયાના સમાજવાદના અસલી ઉત્તરાધિકારી ગણી રહ્યા હતા. પરંતુ પરિવારવાદના જંગમાં મુલાયમ સિંહ એવી રીતે દાજી ગયા હતા કે તેઓ પોતાના અÂસ્તત્વને પણ બચાવી શકયા નથી. અલબત્ત કહેવામાં તો એ આવે છે કે આ સમગ્ર મહાભારતમાં અસલી પટકથા તો મુલાયમ સિંહ યાદવના હાથે લખવામાં આવી હતી. હાલમાં પરદા પાછળની જે કોઇ પણ વાત હોય એક બાબત તો નક્કી છે કે પરિવારવાદમાં છુપાયેલા સમાજવાદી પાર્ટીની નબળાઇ જાહેરમાં આવી ગઇ છે. સમાજવાદ હવે પત્તાની જેમ વિખેરાઇ જતા રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા છે.

મુલાયમ સિંહ યાદવના રાજકીય લક્ષ્મણે શિવપાલે હવે નવી પાર્ટી બનાવી લીધી છે. શિવપાલે સમાજવાદી સેક્યુલર નામની નવી પાર્ટી બનાવી છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ આડે વધારે સમય નથી ત્યારે સમાજવાદી પાર્ટીને મોટો ફટકો પડી ગયો છે. અખિલેશ માટે આ શુભ સંકેત તો બિલકુલ નથી. એકબાજુ અખિલેશે ભાજપના સુપડા સાફ કરી દેવા તેમના તીવ્ર વિરોધી માયાવતી સાથે જાડાણ કર્યુ છે તો બીજી બાજુ તેઓ પોતાના પરિવારને અકબંધ રાખવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને આની કિંમત ચોક્કસપણે ચુકવવી પડશે. અલબત્ત શિવપાલને પણ મુખ્ય પ્રવાહથી અલગ થવાની સ્થતીમાં કિંમત ચુકવવી પડશે. તેમને અલગ થવાથી કોઇ બાબત હાંસલ થનાર નથી. સમાજવાદી પાર્ટીમાં શિવપાલ યાદવની સારી પક્કડ ગણાતી હતી. કહેવામાં આવતુ હતુ કે પાર્ટીના એક મોટા વર્ગના લોકો સિવપાલની સાથે છે. તેમણે કહ્યુ છે કે પાર્ટીમાં તેમને બે વર્ષથી નજર અંદાજ કરીને રાખવામાં આવ્યા હતા. તેમને કોઇ જવાબદારી સોંપવામાં આવી ન હતી.

સતત પાર્ટી અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ તરફથી તેમની સત ઉપેક્ષા કરવામાં આવી રહી હતી. આખરે મજબુર થઇને શિવપાલે પાડી સાથે છેડો ફાડી લીધો છે. રાજકીય દ્રષ્ટિથી એક બાબત એ છે કે શિવપાલ હવે સમાજવાદી પાર્ટીને છોડીને આખરે ક્યા જશે. જમીની વાસ્તવિકતા એ છે કે આ પ્રકારની ગતિવિધી સમાજવાદી પાર્ટીને કમજાર કરશેય. સમાજવાદી પાર્ટીથી છેડો ફાડીને શિવપાલ પાર્ટીની સાયકલને કેટલુ નુકસાન કરી શકે છે તે બાબત તો સમય બતાવશે. તેઓ યાદવના સર્વમાન્ય નેતા બની શકશે તે પ્રશ્ન પણ થઇ રહ્યો છે. યુવા વર્ગ શિવપાલની સાથે ઉભા રહેશે. અખિલેશની સાથે જે સંખ્યામાં સમાજવાદી પાર્ટીની લાલ બ્રિગેડ છે તેવી બ્રિગેડ શિવપાલની સાથે ઉભી થશે તેવો પ્રશ્ન પણ થઇ રહ્યો છે. આમાં કોઇ બે મત નથી કે જાતિગત આધાર પર શિવપાલની પક્કડ એટલી મજબુત નથી જેટલી અખિલેશની રહી છે. આ બાબત એ વખતે સાબિત થઇ ગઇ હતી જ્યારે અખિલેશે અમરસિંહની સાથે શિવપાલને પણ બહારનો રસ્તો બતાવી દીધો હતો.

ચૂંટણી પંચ પાસેથી પ્રતિક પણ પોતાના નામપપર કરાવી અખિલેશે તેમની તાકાત દર્શાવી હતી. ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યની જવાબદારી મળી ગયા બાદ અખિલેશ યાદવ વધારે મજબુત નેતા તરીકે ઉભર્યા છે તેમાં તો કોઇ બે મત નથી. મોટી સંખ્યામાં લોકો રાહુલ ગાંધી કરતા ગંબીર અખિલેશ યાદવને ગણે છે. લોકો અખિલેશ અને તેમની નિતીના પ્રશંસક રહ્યા છે. જા કે કાયદો અને વ્યવસ્થાના મામલે તેઓ ફ્લોપ રહ્યા હતા. તેમના શાસન કાળમાં અપરાધનો ગ્રાફ ઝડપથી વધ્યો હતો. બળાત્કારની ઘટનામાં વધારો થયો હતો. સમાજવાદી પાર્ટીમાં ભંગાણની શરૂઆત તો વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણી પહેલા થઇ હતી. હવે પાર્ટીની હાલત વધારે કફોડી બની છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY