રજા પાડતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર મારી શરીર પર કાળા ચાઠા પડી ગયા

0
14

સુરત,તા.૧
માંડવી તાલુકાના હરિયાલ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે વિદ્યાર્થીને બે દિવસ રજા પાડતા ઢોર માર માર્યો હતો. શિક્ષકના મારથી બાળકના શરીર પર કાળાં ચાંઠા પડી ગયાં હતાં. અને સોળ ઉપસી આવી હતી. જેથી ડરના માર્યા વિદ્યાર્થીએ શાળાએ જવાનું બંધ કરી દેતા તમામ હકીકતો બહાર આવી હતી. પરિવારે નિર્દય શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા શિક્ષક ભૂગર્ભમાં ચાલી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ભોગ બનનાર વિદ્યાર્થીએ ધોરણ ૪ માં અભ્યાસ કરે છે. પરંતુ બે દિવસ રજા પાડ્યાં બાદ શિક્ષકે મારે મારથી તે શાળાએ જતો ન હતો. જેથી વિદ્યાર્થીના માતા-પિતાએ આ વાત જાણવાનો પ્રયાસ કર્યો હતો. આખરે વિદ્યાર્થીએ સ્કૂલે ન જવાનું કારણ પોતાના શરીર પરથી કપડા ઉતારીને બતાવ્યું હતું. જેમાં તેના શરીર પર પીઠ, હાથ, પગની જગ્યાએ કાળા ચાંઠા અને બરોળ દેખાઈ હતી. માતા પિતા પોતાના બાળકના શરીર પર મારના નિશાન જાઈ ચોંકી ઉઠ્યા હતા. અને માતા પિતા ના આંખ માં આંસુ આવી ગયા હતા. બાદમાં રોષે ભરાયેલા વાલીએ નિર્દય શિક્ષક સામે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. અને શાળાના શિક્ષક ભરત કંઠારીયા સામે ફરિયાદ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY