નર્મદા કલેકટરે મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યા મુદ્દે BSNL અધિકારીઓને કડક શબ્દો તતડાવી નાખ્યા

0
111

નર્મદા જિલ્લાના લગભગ ૯૦ થી વધુ ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યાઓને લીધે પ્રજાને હાલાકી વેઠવી પડે છે. આ ગંભીર પ્રશ્ને રાજપીપળાના જાગૃત નાગરિક રાહુલ પટેલે જિલ્લા કક્ષાના “સ્વાગત ઓનલાઈન” ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી.જેમાં જણાવાયું હતું કે જિલ્લાના ૯૦ થી વધુ વિસ્તારમાં અકસ્માત ઝોન પણ આવેલા છે.જેથી અકસ્માત જેવી પરિસ્થિતિમાં જરૂરી મદદ તુરંત મળી રહેતી નથી.ઉપરાંત સ્થાનિક પ્રજાને પણ આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં તકલીફ પડે છે.નર્મદા ડેમ સહિત જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોએ નોન-કનેક્ટિવિટી અને અમુક વિસ્તારમાં માત્ર BSNL કંપનીનીજ કનેક્ટિવિટી મળી રહી છે.જેને કારણે પ્રવાસીઓને તકલીફ પડે છે.એ પ્રકારની રજુઆત કરી હતી.

આ મામલે નર્મદા કલેકટર કચેરી દ્વારા BSNL ના ડિવિઝનલ એન્જીનિયરને અરજદારની જાત મુલાકાત લઈ આ પ્રશ્ન બાબતે ઉકેલ લાવી તેને લગતા જવાબો આપી અરજદારને જવાબ મળેલ છે એ મુજબની ખાત્રી આપવા બે વખત લેખિતમાં જાણ પણ કરી હતી.આ સમગ્ર મામલે ગુરુવારે નર્મદા જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સુનાવણી રખાઈ હતી.આ સુનાવણી દરમિયાન BSNLના અધિકારીઓ પોતાની મુલાકાત ના લીધી હોવા ઉપરાંત આ અરજી પરત્વે કોઈ કામગીરી કરી ન હોવાની ફરિયાદ અરજદાર રાહુલ પટેલે કલેકટરને કરતા કલેકટરે ગુસ્સે થઈ BSNLના અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા.પ્રજાની સુવિધા બાબતે કલેકટર ઉગ્ર થતા હાજર અન્ય અધિજરીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.હોમવર્ક વિના આવેલા BSNL અધિકારીઓને નર્મદા જિલ્લાના નોન-કનેક્ટિવિટી વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી સસ્યાઓનું નિવારણ કરવા કલેકટરે આદેશ કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY