નોકરીની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર યુવાનને લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલ દ્રારાની ટીમ દ્રારા ઝડપી પાડવામાં આવ્યો છે.

0
155

ઝડપાયેલ આરોપી ભારતીય જનતા પાર્ટી, યુવા મોરચા પ્રમુખ અને વાઘોડીયા રોડ મહામંત્રીનો હોદ્દો ધરાવે છે….

ભરૂચમાં એલ.એન.ટી કંપનીમાં નોકરી આપવાના બહાના હેઠળ એક યુવાન અને તેના અન્ય ૬ મિત્રો પાસેથી રૂપિયા ૧,૧૧,૩૦૦ ચાવ કરી લીધા હતા.

એક કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભુખે ના મરે જેવો કિસ્સો બહાર આવ્યો છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શાલીન એપાર્ટમેન્ટ જીઆઇડીસી ખાતે રહેતા ફરિયાદી ધ્રુવકુમાર પટેલને તેની સાથે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હાર્દિક કેતન મિસ્ત્રી રહે, શ્રીજીદર્શન બંગ્લોઝ ઝાડેશ્વર ભરૂચનો સંપર્ક થયો હતો.રોજ અપડાઉન સાથે મળતાં ઓળખાણ કરી હાર્દિકે એલ. એન.ટી કંપનીમાં કોન્ટેક્ટ હોવાનું જણાવી નોકરી આપવાની લાલચ આપી હતી.પરંતુ ઈન્ટરવ્યૂ કોલ માટે પ્રથમ ૧૦,૦૦૦ રૂપિયા આપવા પડશે અને હાર્દિકના ઝાસામાં આવી ગયેલ ધ્રુવે તેના મહિન્દ્રા બેંકના ખાતામાંથી હાર્દિક મિસ્ત્રી એસબીઆઈ બેન્ક ખાતા રૂપિયા ૧૦ હજાર નાખ્યા હતા. ત્યાર બાદ હજુ રૂપિયા કંપની યુનિફોર્મ,સેફટી લોકર,ઈન્સ્યુરન્સ, વગેરે માટે વધુ 3 હજાર માંગણી કરી હતી. તેણે પણ ભર્યા બાદ નોકરી અંગે કોઈ જવાબ નહીં મળતાં હાર્દિક જોડે વાત કરતા ભેજાબાજ હાર્દિકે હજુ એક મેમ્બર બનાવો પડશે અને ૧૧,૫૦૦ રૂપિયા ભરાવા
પડશે તોજ નોકરી મળશે તેવી વાત જણાવતાં ધ્રુવ પટેલ તેના બીજો મિત્ર જૈવિક પટેલને મેમ્બર બનાવી ૧૧,૫૦૦ રૂપિયા ભરાવ્યા હતા.ત્યારબાદ કંપનીમાં હજુ વધું માણસો લેવાના છે એટલે તે લોકો રૂપિયા ભરશે ત્યારબાદ આગળની ચાલુ છે તેવા બહાના બતાવી વધુ મેમ્બર બનાવા પડશે તેમ જાણવતા ધ્રુવએ તેના બીજા અન્ય ૬ મિત્રો હાર્દિક પટેલ, ધ્રુવ પવાસીયા, જયદીપ પવાસીયા, હાર્દિક પવાસીયા, ઉત્સવ પવાસીયા, અને નકુલ પટેલને પણ સભ્ય બનાવી હાર્દિકના એકાઉન્ટ માં ૭૯,૦૦૦ રૂપિયા ભરાવ્યા હતા.એમ કુલ ૧,૧૧,૩૦૦ રૂપિયા ભરાવ્યા બાદ હાર્દિક મિસ્ત્રી ગાયબ થઈ ગયો હતો.કોઈને કોઈ બહાના બતાવી મોબાઈલ ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધો હતો.જે અંગ ધ્રુવ પટેલને શંકા જતાં ધ્રુવ અને તેના મિત્રો દ્રારા અંકલેશ્વર જી.આઈ. ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભરૂચ એલ.સી.બી અને સાઈબર સેલ ટીમના મલકેશ ગોહિલ, વીપીન ચૌહાણ,સોહેલ રાજ,અને વિજય વરદેની ઘનિષ્ઠ તપાસ બાદ હાર્દિક મિસ્ત્રીને વડોદરા થી ભરૂચ પૂછ પરછ અર્થે બોલાવી અંકલેશ્વર જી.આઈ.ડી. સી પોલીસ મથકે સોંપી દીધો હતો. આ બનાવ સંદર્ભે એલસીબી પીએસઆઇ એં.એસ.ચૌહાણએ જણાવ્યું હતું કે ફરિયાદી આપેલી વિગતો આધારે બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ આધારે ઝડપી પાડેલા હાર્દિક મિસ્ત્રીએ ઓએનજીસી કંપનીનો બનાવતી ઈ.મેલ.આઈડી બનાવી એ મેલ આઈડી પરથી એલ.એન.ટી કંપનીના નામે ખોટો લેટરપેડ બનાવી નોકરી ઓફર લેટર મોકલ્યો પણ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે પકડાનાર ભેજાબાજ આરોપી વડોદરામાં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચાનો પ્રમુખ અને વાઘોડીયા રોડ મહામંત્રી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY