રહાણેને થર્ડ અમ્પાયરે નો બોલ પર આપ્યો આઉટ? કૈફે ઉઠાવ્યા સવાલ

0
12


સાઉથૈમ્પટન,તા.૧
અજિંક્ય રહાણે બેન સ્ટોક્સની ઓવરમાં એલબી આઉટ થયો હતો. જોકે જ્યારે નો બોલ ચેક કર્યો તો બેન સ્ટોક્સનો પગ ક્રિઝથી થોડો બહાર દેખાતો
ભારતીય ટેસ્ટ ટીમનો ઉપ સુકાની અજિંક્ય રહાણે બેન સ્ટોક્સની ઓવરમાં એલબી આઉટ થયો હતો. જોકે જ્યારે નો બોલ ચેક કર્યો તો બેન સ્ટોક્સનો પગ ક્રિઝથી થોડો બહાર દેખાતો હતો. આ કારણે થોડો ભ્રમ થયો હતો. થર્ડ અમ્પાયરે મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કર્યો હતો અને રહાણેને આઉટ આપ્યો હતો.
થર્ડ અમ્પાયરના આ નિર્ણય સામે ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફ અને અજય જાડેજા ઘણા નાખુશ જોવા મળતા હતા. એકસ્ટ્રા ઇનિંગ્સમાં મોહમ્મદ કૈફે કહ્યું હતું કે પગ ક્રિઝની બહાર જોવા મળતો હતો અને થર્ડ અમ્પાયરે તેને નો બોલ આપવો જાઈતો હતો. પણ આમ બન્યું ન હતું. મારા હિસાબે આ નો બોલ હતો.
કૈફની વાતને આગળ વધારતા અજય જાડેજાએ કહ્યું હતું કે ક્રિકેટમાં એક વાતને હંમેશા માનવામાં આવે છે કે જો તમે શંકામાં છો તો નિર્ણય બેટ્‌સમેનોના પક્ષમાં આપો, કારણ કે તેની પાસે એક તક હોય છે અને અહીં રહાણેને તક મળવી જોઈતી હતી.
ઇંગ્લેન્ડના ૨૪૬ રનના જવાબમાં ચેતેશ્વર પૂજારાની સદી (૧૩૨ અણનમ)ની મદદથી ભારતે ૨૭૩ રન બનાવ્યા હતા અને ૨૭ રનની લીડ મેળવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY