સૌથી વધુ સદી ફટકારનારા ટોપ-૧૦ ભારતીયોમાં સામેલ થયો પૂજારા

0
17

સાઉથૈમ્પટન,તા.૧
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ આક્રમક ૧૩૨ રનની ઇનિંગ રમી લીડ અપાવી હતી.આ દરમિયાન પૂજારાએ ૧૬ ફોર ફટકારી હતી. પૂજારાએ ટેસ્ટ કરિયરની ૧૫મી સદી ફટકારી હતી. આ સાથે જ તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારા ટોપ-૧૦ ભારતીય બેટ્‌સમેનોમાં સામેલ થઇ ગયો છે.
ચેતેશ્વર પૂજારા ૧૩૨ રન બનાવી અણનમ રહ્યો હતો. આ દરમિયાન તેને ૧૬ ફોર ફટકારી હતી. પૂજારાએ ૨૫૭ બોલનો સામનો કર્યો હતો.પૂજારાએ શાનદાર રમત રમતા ઇંગ્લેન્ડના બોલરોને પરેશાન કર્યા હતા.પૂજારાને બેન સ્ટોક્સનો બોલ માથા પર લાગ્યો હતો તેમ છતા તેને ધીરજ અને પ્રતિભાની સારી તસવીર બતાવી ૧૫મી સદી પૂર્ણ કરી હતી. પૂજારાએ જસપ્રિત બુમરાહ સાથે ૧૦મી વિકેટ માટે ૪૬ રન જોડી ભારતને લીડ પણ અપાવી હતી. પૂજારાએ પોતાની ઇનિંગ દરમિયાન ૨૫૭ બોલનો સામનો કર્યો હતો જ્યારે આખી ટીમ ૨૫૫ બોલ જ રમી શકી હતી.
ટેસ્ટમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને ૫૧ સદી ફટકારી છે. સચિન બાદ ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારવા મામલે રાહુલ દ્રવિડ બીજા નંબરે છે, દ્રવિડે ૩૬ સદી ફટકારી છે. તે બાદ સુનીલ ગાવસ્કર (૩૪), વિરાટ કોહલી (૨૩), સેહવાગ (૨૩), અઝહરૂદ્દીન (૨૨), દિલીપ વેંગસરકર (૧૭),વીવીએસ લક્ષ્મણ (૧૭), સૌરવ ગાંગુલી (૧૬), ચેતેશ્વર પૂજારા (૧૫) સદી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY