સિટીલાઈટના અગ્રસેન પોઈન્ટ શોપિંગ સેન્ટરના ત્રણ રસ્તાથી મહારાજા અગ્રસેન ઉદ્યાન કોર્નરના ત્રણ રસ્તા સુધીનો રોડ ૧૫ દિવસ માટે વન-વે

0
19

સુરત,શનિવાર:
પોલિસ કમિશનર સતીષ શર્માએ એક જાહેરનામા દ્વારા સિટીલાઈટના અગ્રસેન પોઈન્ટ શોપિંગ સેન્ટરના ત્રણ રસ્તાથી મહારાજા અગ્રસેન ઉદ્યાન કોર્નરના ત્રણ રસ્તા સુધીનો રોડ ૧૫ દિવસ માટે વનવે જાહેર કર્યો છે.
શહેરમાં સિટીલાઈટ રોડ વિસ્તારના ઉમરા પોલિસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં મહારાજા અગ્રસેન ભવન નામની સંસ્થા આવેલી છે. જેના મુખ્ય દરવાજા સામેનો રોડ:- અગ્રસેન પોઈન્ટ શોપિંગ સેન્ટરના ત્રણ રસ્તાથી મહારાજા અગ્રસેન ઉદ્યાન કોર્નરના ત્રણ રસ્તા સુધીનો રોડ ઘણો સાંકડો છે. આ રોડ ઉપર ગાર્ડનમાં આવતા તથા અગ્રસેન ભવનમાં અવર-નવાર યોજાતા લોકહિતના કાર્યક્રમોમાં આવતા લોકોના કારણે ત્યાંના સ્થાનિક રહેવાસી તથા અગ્રસેન ભવન ધાર્મિક સંસ્થામાં આવતા લોકો તથા ઉદ્યાનમાં આવતા લોકો અને રાહદારીઓને અવર-જવરમાં ઘણી તકલીફ પડે છે. સુરત શહેર ઔદ્યોગિકકરણના કારણે વાહનોની સંખ્યામાં પણ દિન-પ્રતિદિન વધારો થતો રહેતો હોવાથી શહેરની ટ્રાફિક સમસ્યા વિકટ બનતી જાય છે.
આ રોડ ઉપર ટ્રાફિક નિયમન સલામત અને સુચારૂ કરવા તથા પ્રજાના હિતમાં સુવ્યવસ્થિત ટ્રાફિક નિયમન તથા સુરક્ષિત રીતે ટ્રાફિક સંચાલન થાય તે માટે તેમજ આવશ્યક સેવાઓ તથા ઈમરજન્સી વાહનો માટે માર્ગ ખુલ્લો રાખવા સારૂ જાહેર હિતાર્થે આ રસ્તા ઉપર તમામ પ્રકારના વાહનો માટે મહારાજા અગ્રસેન ઉદ્યાન કોર્નર (સ્વીટ હોમ્સ ટી) થી મહારાજા અગ્રસેન શૉપિંગ સેન્ટર ત્રણ રસ્તા સુધી એક તરફથી પ્રાયોગિક ધોરણે (દિન-૧૫ માટે) તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ નિષેધ કરી આ માર્ગને ૩૧ ઓગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર સુધી એકમાર્ગીય (વન-વે) કરવામાં આવે છે. અને વૈકલ્પીક માર્ગ તરીકે મહાત્મા ચોકથી ઑપેરા હાઉસ થઈ મહારાજા અગ્રેસેન પ્રથમિક શાળા તરફથી આવતા વાહનો સુર્યા એન્કલેવ એપાર્ટમેન્ટસ પાસેના ચાર રસ્તાથી સિટીલાઈટ રોડ તથા અણુદ્વાર તરફ જઈ શકશે તથા આશિર્વાદ પાર્ક રેસિડન્સી એપાર્ટમેન્ટસ કોર્નરના ત્રણ રસ્તા તરફથી આવતા વાહનો મેઘના સોસાયટીના સમેથી ચિત્રકૂટ રેસિડેન્સી થઈ મહાત્મા ચોક તરફ જઈ શકશે. અને ચિત્રકૂટ રેસિડેન્સી તથા મેઘના સોસાયટી તરફથી આવતા વાહનો આશિર્વાદ પાર્ક રેસિડન્સી એપાર્ટમેન્ટસ કોર્નરના ત્રણ રસ્તાથી ડાબી તરફ થઈ સીટી લાઈટ રોડ તરફ જઈ શકશે.
ફાયર, એમ્બ્યુલન્સ, પોલિસ વિભાગના વાહનો પર આ પ્રતિબંધ લાગુ પડશે નહિ. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY