જમશેદપુર બનશે સૌપ્રથમ છાણ મુક્ત શહેર, બે કંપનીઓને મળ્યો કોન્ટ્રાક્ટ

0
210

જમશેદપુર,તા.૨
ઝારખંડ સરકારે જમશેદપુર શહેરને સંપૂર્ણપણે ગાયના છાણથી મુક્ત બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે. જમશેદપુર નોટિફાઈડ એરિયા કમિટી (ત્નદ્ગછઝ્ર)એ આ માટે ઓપન ટેન્ડર બહાર પાડ્યું હતું. આ કામગીરી માટે શહેરની બે સંસ્થઆઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું ત્નદ્ગછઝ્રના સ્પેશિયલ ઓફસર સંજય કુમાર પાંડેએ જણાવ્યું હતું. પાંડેના જણાવ્યા મુજબ ભારતમાં આ પ્રકારનો આ સૌપ્રથમ પ્રોજેક્ટ છે.
‘અમને સતત ગાયોની ગેરકાયદે ગમાડો અને તેમના બગાડથી સ્વાસ્થ્યને થતી નુકસાની અંગેની ફરિયાદો મળી રહી છે. શહેરમાં અનેક સ્થળે ગાયોના છાણને લઈને પણ ફરિયાદો મળે છે.’ સત્તાવાળાઓએ જણાવ્યા મુજબ જમશેદપુર શહેરમાં આશરે ૩૫૦ ગેરકાયદે ગાયોના શેડ છે. તેમજ આ તમામ શેડમાં બગાડનો યોગ્ય નિકાલ કરવાની કોઈ જ વ્યવસ્થા જણાતી નથી.
કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયો છે તે બે સંસ્થાઓ શહેરમાંથી ગાયના છાણને એકત્ર કરશે અને તેનો યોગ્ય નિકાલ કરશે તેમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું. કંપનીઓને શહેરમાં કુલ કેટલા શેડ આવ્યા છે તેની પણ ગણતરી કરવાની રહેશે. આ ઉપરાંત શેડમાં રહેલા પશુઓની સંખ્યા અને દૈનિક સ્તરે અંદાજીત ગાયના છાણના પ્રમાણની વિગતો પણ આ સંસ્થાઓ આપશે.
૧૫ સપ્ટેમ્બરથી આ પ્રોજેક્ટનો પ્રારંભ થશે અને ગાયોનો શેડ ધરાવતા તેમજ પશુઓ ધરાવાતા લોકોએ ગાયના છાણને ઉપાડવાના બદલામાં ત્નદ્ગછઝ્ર નિર્ધારિત માસિક ફી ચૂકવવી પડશે. દરમિયાન કોન્ટ્રાક્ટ મેળવેલી બે સંસ્થાઓ ગાયના છાણને વહેંચી પણ શકશે તેમજ તેમાંથી કમ્પોસ્ટ વગરે બનાવી શકશે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY