શબ્બીર રહેમાને મારી પત્ની સાનિયા મિર્ઝાની છેડછાડ કરી હતી : શોએબ મલિક

0
20

ઈસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે બાંગ્લાદેશી ક્રિકેટર પર ગંભીર આરોપ મૂકયા છે. તેમણે કહ્યું કે શબ્બીર રહેમાને તેમની પત્ની સાનિયા મિર્ઝા સાથે છેડછાડ કરી હતી. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાથી બાંગ્લાદેશના ક્રિકેટર શબ્બીર રહેમાને કથિત રીતે છેડતી કરી હતી. આ સનસનીખેજ દાવો ખુદ સાનિયાના પતિ શોએબ મલિકે કર્યો છે.
બાંગ્લાદેશી મીડિયાના મતે શોએબ મલિકે પોતાના ક્રિકેટ કમિટી ઓફ ઢાકા મેટ્રોપોલિસ (સીસીડીએમ)ના ચેરમેન સાથે આ કેસની ફરિયાદ કરી હતી. આ કેસ ચાર વર્ષ જૂનો છે અને એ સમયનો છે જ્યારે તે પોતાની પત્ની સાનિયા મિર્ઝાની સાથે બાંગ્લાદેશની એક સ્થાનિક ટુર્નામેન્ટ માટે ભાગ લેવા ઢાકા પહોંચ્યા હતા. રહમાન મોટાભાગે પોતાના કારનામાના લીધે વિવાદોમાં રહે છે.
૨૦૧૭મા તે એક પ્રથમ શ્રેણીની મેચ દરમ્યાન તેમણે પ્રશંસક સાથે મારપીટ કરી દીધી હતી તેના લીધે તેને એશિયા કપ માટે ટીમમાં પસંદ કરાયો નહોતો. એશિયા કપ ૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. આની પહેલાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગ દરમ્યાન રહેમાન બોર્ડને માહિતી આપ્યા વગર હોટલમાં પોતાની એક મહિલા મિત્રને લઇ પહોંચી ગયો હતો. આ ઘટનાથી બોર્ડ જબરદસ્ત નારાજ હતું અને રહેમાન પર દંડ ફટકાર્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY