અમદાવાદ : માત્ર ૨૩ દિનમાં ઝાડા-ઉલ્ટીના ૯૭૭ કેસો થયા

0
143

અમદાવાદ, તા.૨૫
અમદાવાદમાં મોનસુનના સંકેત મળી રહ્યા છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝડપી પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગના કેસોમાં વધારો નોંધાયો છે. પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો જૂન મહિનાના પ્રથમ ૨૩ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૯૭૭ કેસ સપાટી ઉપર આવ્યા છે જ્યારે કમળાના ૨૩ દિવસના ગાળામાં ૩૪૮ અને ટાઇફોઇડના ૩૪૦ કેસ સપાટી ઉપર આવ્યા છે. બીજી બાજુ મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૨૩ દિવસના ગાળામાં ૩૧૯ કેસ નોંધાયા છે. વર્ષ ૨૦૧૭માં જૂન મહિનામાં સાદા મેલેરિયાના ૧૦૪૬ કેસ નોંધાયા હતા. જૂન ૨૦૧૭ દરમિયાન લીધેલા ૭૦૬૫૭ લોહીના નમૂના સામે ૨૩ જૂન ૨૦૧૮ સુધીમાં ૫૫૨૯૯ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી છે. જૂન ૨૦૧૭ દરમિયાન લેવામાં આવેલા ૧૭૩૦ સીરમ સેમ્પલ સામે ૨૩મી જૂન ૨૦૧૮ સુધીમાં ૧૩૧૧ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળાના અટકાયતના ભાગરુપે પાણીના મુખ્ય †ોત અને ઘરમાંથી ચાલુ માસ દરમિયાન ૨૮૪૫૭ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં હાઈરિસ્ક વિસ્તારો અને કેસો નોંધાયા હોય તેવા વિસ્તારમાંથી ચાલુ માસમાં ૨૮૦૭ પાણીના સેમ્પલ બેક્ટેરિયોલોજીકલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. ચાલુ માસમાં ૬૭૬૫૬૦ ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું છે.
મોબાઈલ મેડિકલ વાન મુકીને સ્થળ ઉપર સારવાર આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલુ માસમાં ૧૪૦ અલગ અલગ ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. જે હેઠળ ૮૪૩૫ કિલોગ્રામ અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૭ દરમિયાન હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ૧૭૪૯ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૭૭ નમૂના અપ્રમાણિત જાહેર થયા છે. મે ૨૦૧૮ સુધીમાં ૧૫૧ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૧૮ અપ્રમાણિત જ્યારે ૧૨૦ નમૂના પ્રમાણિત જાહેર થયા છે. ૨૩મી જૂન ૨૦૧૮ સુધીમાં ૧૪૦ અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવી ચુક્યા છે. આ નમૂના તપાસવાના બાકી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY