મુખ્યમંત્રી યોગીએ વારાણસીમાં લક્ઝરી ક્રૂઝનું લોકાર્પણ કર્યું

0
16

વારાણસી,તા.૨
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવેથી દેશની પ્રાચીન નગરી કાશીના લોકો પવિત્ર ગંગા નદીમાં લક્ઝરી ક્રૂઝની મજા માની શકશે.
રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે આ લક્ઝરી ક્રૂઝનું લોકાર્પણ કર્યું છે. આ લક્ઝરી ક્રૂઝ કાશીવાસીઓ ગંગા નદી પરના ખિદકિયા ઘાટથી ગંગા ઘાટ અને ગંગા દર્શનની મજા માની શકશે.
આ ક્રુઝ પશ્ચિમ બંગાળના કલકત્તામાં તૈયાર કરવામાં આવ્યું છે, અને તેનું સંચાલન એક પ્રાઈવેટ કંપની દ્વારા કરવામાં આવશે. ૨૦૦૦ વર્ગ ફીટના આ અત્યાધુનિક લક્ઝરી ક્રૂઝમાં એ વ્યવસ્થાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જેમાં કોઈ મોટી હોટલ જેવી જ સુવિધાઓ હોય. ક્રૂઝમાં સેમિનાર તેમજ પાર્ટી પણ કરી શકાય તેની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે.
ગંગા નદી પરના અસ્સી ઘાટથી રાજઘાટ સુધી ચાલનારા આ લક્ઝરી ક્રૂઝની મુસાફરીમાં મુસાફરો કાશીમાં ગંગા નદીમાં એક નવો જ અનુભવ માની શકશે.
આ લક્ઝરી ક્રૂઝના પેકેજને અલગ અલગ ૩ રીતે વહેચવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સવારે સૂર્યોદયના સમયે, બીજા સાંજે સૂર્યાસ્તના સમયે ગંગા આરતી કરતા સમયે અને બપોરના સમયે આ ક્રૂઝ કોર્પોરેટ મિટિંગ તેમજ પાર્ટી માટે બુક કરવામાં આવશે.
આ લક્ઝરી ક્રૂઝમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન બુકિંગ પ્રતિ વ્યક્તિ ય્જી્‌ સહિત ૭૫૦ રૂપિયા ચુકવવા પડશે. આ ક્રૂઝમાં નીચેના ભાગમાં ૬૦ લોકો નાને ઉપરના ભાગમાં ૩૦ લોકોના બેસવાની વ્યવસ્થા છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY