ભરૂચ,
ભરૂચ ની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ભાતીગળ મેળાનો પ્રારંભ થતાં માનવ મહેરામણ ઉમટયું હતું.તો છડીદારો એ છડી ઝુલાવી છડી મહોત્સવ ની ઉજવણી કરી હતી.
૨૦૦ કરતાં પણ વધુ વર્ષોની આગવી પરંપરા ધરાવતા અને છપ્પનિયા દુકાળ સાથે સંકળાયેલા ભરૂચના છડી મેઘરાજા ના મેળા નું ધાર્મિક મહત્વ રહેલું છે.ધાર્મિક માન્યતા એટલા માટે છે કે આ મેળા સાથે જન્માષ્ટમી અને છડીનોમ ના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે.શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ઊજવાતો મેઘમેળાનો આજથી પ્રારંભ થયો હતો. ભોઈવાડ સ્થિત પ્રસ્થાપિત મેઘરાજાની પ્રતિમાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હતા.સાતમના દિને પૂજનવિધિ સાથે ઘોઘારાવ મંદિર પાસે છડીદારો એ છળી ઝુલાવતા હજારો લોકો પૂજન-અર્ચન અને દર્શન માટે ઉમટયા હતા.

ભોઈવાડ થી પાંચબત્તી સુધીના સમગ્ર વિસ્તારમાં ફેલાયેલા મેળાના કારણે વાહન વ્યવહાર પર પ્રતિબંધ ફરમાવી દેવા સાથે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






