આજે સવારના આઠ વાગે નર્મદા ડેમની સપાટી ૧૨૨.૬૭ મીટર જયારે કરજણ ડેમની સપાટી ૧૧૧.૮૬ મીટર

0
23

રાજપીપળા :
કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકને લીધે આજે તા.૨/૯/૨૦૧૮ ને રવિવારના રોજ સવારના આઠ વાગે નર્મદા ડેમની સપાટી ૧૨૨.૬૭ મીટર નોંધાવા પામી છે. ગઇકાલે તા.૧ લી સપ્ટેમ્બરે સાંજે ૬-૦૦ કલાકે ડેમની સપાટી ૧૨૨.૩૧ મીટર નોંધાઇ હતી અને આજની ઉક્ત સપાટીએ કેનાલ હાઉસના ૩ યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત છે. ૭,૫૦૦ ક્યુસેક પાણી કેનાલમાં વહી રહ્યું છે. પાણીની આવક લગભગ ૪૮,૦૦૦ ક્યુસેક અને તેની સામે ૭,૫૦૦ ક્યુસેક પાણીની જાવક હોવાનું નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર આર.વી. ગજ્જરે માાહિતી આપીી હતી.

જયારે જીતનગર પાસે આવેલ કરજણ ડેમ ખાતે જળાશયનું રૂલ લેવલ તા.૨૭/૮/૨૦૧૮ ના રોજ ૧૧૦.૨ મીટર હતું, જે તેજ દિવસે ૧૧૨.૨૦ મીટર થતાં ડેમના રેડીયલ ગેટ નંબર- ૧ અને ગેટ નં- ૫ ને, ૦.૪૦ મીટર ખોલીને ૪,૪૪૧ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાયું હતું. તા.૩૧/૮/૨૦૧૮ ના રોજ સવારે ૯-૩૦ કલાકે રૂલ લેવલ જળવાતાં આ બંને રેડીયલ ગેટ બંધ કરાયા હતાં અને કરજણ બંધના નહેર આધારિત હાઇડ્રોપાવર ૩ મેગાવોટની ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં સરેરાશ ૩૯૦ ક્યુસેક પાણીનો જથ્થો સતત આપીને પ્રતિદિન ૭૦ હજાર યુનિટ વીજ ઉત્પાદનની કામગીરી આજદિન સુધી સતત ચાલી રહી છે. ગઇકાલે તા. ૧ લી સપ્ટેમ્બરના રોજ સવારે ૮-૦૦ કલાકે જળાશયનું રૂલ લેવલ ૧૧૦.૫૦ મીટર અને પાણીની સપાટી ૧૧૧.૭૦ મીટર અને જળાશયમાં પાણીનો કુલ જથ્થો ૪૩૮.૮૦ મીલીયન ક્યુબીક મીટર (૮૧.૪૪ ટકા) ઉપલબ્ધ હતો, તે આજે તા.૨ જી સપ્ટેમ્બરના રોજ રૂલ લેવલ વધીને ૧૧૦.૬૭ મીટરે પહોંચ્યું છે અને જળાશયમાં પાણીની સપાટી સવારે ૮-૦૦ કલાકે ૧૧૧.૮૬ મીટર રહેવા પામી છે જ્યારે જળાશયમાં કુલ પાણીનો જથ્થો ૪૪૩.૦૭ મીલીયન ક્યુબીક મીટર (૮૨.૮૪ ટકા) ઉપલબ્ધ હોવાનું કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વી. મહાલે એ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050



જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY