સાણંદ,તા.૫
જિલ્લાનાં સાણંદ તાલુકાનાં નવાપુરા ગામે યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. ચાંગોદર પોલીસે યુવકની હત્યાનું કારણ અને હત્યારાને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
મળતી માહિતી મુજબ સાણંદ તાલુકાના નવાપુરા ગામે રહેતા ખોડાજી ભલાજી ઠાકોર ચાંગોદર ગામમાં રહેતા લાભુભાઈ અમુભાઈ ઠાકોરની લોડિંગ બોલેરો ગાડી ચલાવી ડ્રાઈવર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. સોમવારે જન્માષ્ટમીની રજા હોઈ ખોડાજી ઘરે હતા. સાંજે કોઈ કામથી બહાર જાઉં છું તેમ કહી તેઓ પોતાના નાનાભાઈ રણજિતજીની મોટરસાઈકલ લઈને ઘરેથી નીકળ્યા હતા. મોડી રાત સુધી તેઓ ઘરે પરત ન આવતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો.
પરિવારજનો દ્વારા મોબાઈલ પર સંપર્ક કરાતાં મોબાઈલ બંધ આવતો હતો. બીજા દિવસે સવારે ચાંગોદર નજીક આવેલા સરસ્વતીનગર નવા બિલ્ડિંગની પાછળ ખુલ્લા ખેતરમાંથી તેમની હત્યા કરેલી લાશ મળી આવતાં લોકોનાં ટોળે ટોળાં ઊમટી પડ્યાં હતાં. બનાવની જાણ ચાંગોદર પોલીસને થતાં ઘટનાસ્થળે જઈ લાશને પીએમ માટે મોકલી આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





