ગુજરાત સરકારનો નશાબંધી અંગે નવો ફતવો.

0
416

ભરૂચ:
બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નશાબંધી ખાતાનો સંપર્ક સાધતા જુના પરમિટધારકોને જેઓના સ્વાસ્થ્ય માટેના પરવાના માર્ચ મહિનામાં રિન્યુ કરાવવાના થતા હતા તેઓએ નશાબંધી વિભાગની ભરૂચ ઓફિસનો સંપર્ક સાધતા હાજર અધિકારીએ જણાવેલ કે ગુજરાત સરકારનો ગઈકાલે આવેલ એક પરિપત્ર મુજબ હાલ પુરતું નવા પરમિટના ફોર્મ અને સાથે-સાથે જુના પરમિટના રીન્યુઅલ બંધ રાખવામાં આવેલ છે. જેથી જાહેર જનતાએ નવો નવો પરિપત્ર ન આવે ત્યાં સુધી ફોરેન લિકર મેળવવા માટે શું કરવું એ એક વિકટ પ્રશ્ન થઈ ગયો છે પરમિટ ધારકો માટે આરોગ્યની પરમિટ હોવા છતાં રીન્યુ ન થતાં લોકચર્ચા મુજબ હવે ગેરકાયદેસર વિદેશી દારૂ વેચનાર વેપારીઓ પાસે કે બુટલેગર પાસે જય હાનિકારક દારૂ મેળવી પોતાની રોજિંદી જરૂરિયાત ને પૂરી કરવાના દિવસો આવી ગયા છે. ત્યારે સરકારે વિચારવું રહ્યું કે જો આમ જ ચાલે તો સ્વાસ્થ્યની પરમીટનો કોઈ મતલબ રહેતો નથી આવનાર દિવસોમાં આ બાબતે ત્વરિત નિર્ણય ન લેવાય તો સ્વાસ્થ્ય પરમિટ ગ્રાહકો માટે મુશ્કેલી ઊભી થાય અને જો કોઈ સ્વાસ્થ્ય પર્વનો ધરાવનાર માનસિક રીતે વધુ બિમાર પડે તો તેની જવાબદારી કોની એ વિશે પણ કુટુંબીજનોમાં સંવેદના ઉભા થયા છે. જો આ અંગે સરકાર ત્વરિત કોઈ પગલાં નહીં ભરે તો આવનાર સમય પરમિટધારકોનાં સ્વાસ્થ્ય જોખમમાં મુકાય તો નવાઈ નહીં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY