
અમદાવાદ,તા.૫
શહેર ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહ્યું છે. એમાંય પશ્ચિમ વિસ્તારનો સરખેજ-ગાંધીનગર વિસ્તાર બન્ને તરફ ધંધારોજગાર અને રહેણાંક માટે ઝડપથી વિકાસિત થઇ રહ્યો છે. પરંતુ કહેવત મુજબ કેટલીકવાર દીવા તળે જ અંધારું જોવા મળે.
વાત છે પવિકસેલા એસ.જી.હાઇવેને અડીને આવેલા ગોતા વિસ્તારની. અહીંયા આવેલી વર્ષો જૂની ગોતા હાઇસિંગ કોલોની ચોમાસામાં નર્કાગાર બની જાય છે. જર્જરિત મકાનો, તુટેલા ઉબડખાબડ રસ્તા, ઠેર ઠેર છાણમાટી, કાદવના ઢગલાથી ભરપૂર આ વિસ્તાર તંત્રની ઉપેક્ષાનો એક નમૂનો છે. ૩૦ કરતાંય વધારે વર્ષો પહેલાં તૈયાર થયેલી આ વસાહત જાળવણી-સમારકામ અને સ્વચ્છતા માંગી રહી છે.
સ્વચ્છતા ઝુંબેશને પ્રાધાન્ય આપતી સરકારની મહત્વની કચેરીઓ જ આ વિસ્તારમાં આવી છે. સરકારના અધિકારીઓ-કર્મચારીઓ પણ આજ માર્ગે આવે છે ને જાય છે. ખૂબ જ પ્રતિસ્ઠિત લોકોની ઓફિસ-ધંધા-વ્યવસાય અને ધાર્મિક સ્થળોને અડીને જ આવેલો આ ગોતા હાઉસિંગ વિસ્તાર અને એની પ્રજા જીવંત નર્ક જોઇ રહી છે. ઠેરઠેર જુદી જુદી યોજના કાર્યક્રમોમાં હજારો લાખોકરોડો ખર્ચતી સરકાર પાસે આ પ્રજા સારા રસ્તા-સ્વચ્છતાની માગ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



