ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચનો તખ્તો ગોઠવાયો

0
44

લંડન,તા.૬
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલથી લંડન ખાતે શરૂ થઇ રહી છે. ચોથી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડે ૬૦ રને જીતી લઇને શ્રેણી પહેલાથી જીતી લીધી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય બેટ્‌સમેનોની ચારેબાજુ વ્યાપક ટિકા થઉ રહી છે. ચોથી ટેસ્ટ મેચમાં જીતવા માટેની સુવર્ણ તક હોવા છતાં ભારતીય ટીમના બેટ્‌સમેનોનો કંગાળ દેખાવ રહ્યો હતો. જેથી દેશના કરોડો ચાહકો હતાશ દેખાઇ રહ્યા છે. શ્રેણી ગુમાવી દીધી હોવા છતાં ટીમ છેલ્લી અને અંતિમ ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ કરે તેમ ચાહકો ઇચ્છે છે. ભારતીય ટીમને પ્રતિષ્ઠા બચાવવા માટેની તક છે. ઇંગ્લેન્ડ વધારે મોટા અંતર સાથે શ્રેણી જીતવા માટે ઇચ્છુક છે. સાઉથમ્પટનના ઐતિહાસિક મેદાન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં ૨૭૩ અને બીજા દાવમાં માત્ર ૧૮૪ રન કરી શકી હતી અને તેની ૬૦ રને હાર થઇ હતી. તે પહેલા નોટિંગ્હામ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ભારતે ઇંગ્લેન્ડ પર ૨૦૩ રને જીત મેળવી લીધા બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે શ્રેણી હવે વધારે રોમાંચક બનશે. પરંતુ ચોથી ટેસ્ટમાં ભારતીય બેટ્‌સમેનોનો કંગાળ દેખાવ રહ્યો હતો. બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ૩૧ રને અને લોડ્‌સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૧૫૯ રને ગુમાવી દીધા બાદ ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટમાં શાનદાર જીત મેળવી હતી. જા કે ચોથી ટેસ્ટ મેચમાં તેની ફરી હાર થઇ હતી. ટિકા ટિપ્પણી વચ્ચે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. શ્રેણી ગુમાવી દીધી હોવા છતાં આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચ કરોડો ક્રિકેટ પ્રેમીમાં જાવા ભારત મળી રહ્યો છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જાઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમા તમામની નજર ફરી એકવાર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. જાઇ રૂટ પોતે આધારભુત બેટ્‌સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે. હવે તેનાથી પણ ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે. ટેસ્ટ શ્રેણી પહેલા જ પુરી થયેલી ત્રણ વનડે મેચોન શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્‌વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડની ટીમમાં કેટલાક ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા પણ રહેલી છે. મેચનુ બપોરે ૩.૩૦ વાગ્યાથી પ્રસારણ કરાશે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY