વાશિંગ્ટન,તા.૫
સામાજીક કાર્યકર્તા અને વ્હાઇટ હાઉસની પૂર્વ ઇન્ટર્ન મોનિકા લેવિંસ્કી એક ઇન્ટરવ્યૂમાં પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન સાથે જાડાયેલા સવાલ પૂંછવા પર કથિત રીતે ગુસ્સામાં આવીને શો છોડીને ચાલી નિકળી. મોનિકા ઇઝરાયલના યેરૂશલમમાં સાક્ષાત્કાર આપી રહી હતી. બાદમાં લેવિંસ્કીએ આ પ્રકારનો ઇન્ટરવ્યૂ છોડીને જતા રહેવા પર ટ્વીટ કર્યુ અને લખ્યું,”આજે ઇન્ટરનેટની સકારાત્મક્તા અને નુક્સાન પર મારા ભાષણ બાદ ૧૫ મિનિટની ચર્ચા થવાની હતી (આ ન્યૂઝ ઇન્ટરવ્યૂ ન હતું) સ્પષ્ટ માપદંડોના આધાર પર એ નક્કી હતું કેવા પ્રકારની ચર્ચા કરવાની છે. ખરેખર ઇન્ટરવ્યૂ લેનારે પ્રથમ પ્રશ્ન એવો જ પૂછ્યો જે તેણે મને પ્રથમ દિવસે પૂંછ્યો હતો. મેં તેને કહ્યું હતું કે હદથી બહારનો સવાલ છે. સ્ટેજ પર જ્યારે તેણે તે સવાલ કર્યો ત્યારે સાફ થઇ ગયું કે, મને ગુમરાહ કરવાનો પ્રયત્ન છે. મેં ઇન્ટરવ્યૂ છોડી દીધો કારણ કે, મને ખબર પડી ગઇ કે એક મહિલા માટે વધારે મહત્વપૂર્ણ છે કે તે પોતાના માટે અવાજ ઉઠાવે અને તેમની વસ્તુઓને કોઇ બીજાને અનુમતિ આપવી જાઇએ નહી. દર્શકોથી હું માફી માંગુ છું કે આ ઇન્ટરવ્યૂ આ પ્રમાણે પૂર્ણ થયું.
વર્ષ ૧૯૯૦ના દાયકામાં વ્હાઇટ હાઉસમાં ઇન્ટર્ન તરીકે મોનિકા કામ કરી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, તે દરમિયાન ક્લિંટનનું રાષ્ટ્રપદ પદ લગભગ લેવિંસ્કીની સાથે સંબંધોની ભેટ ચઢી ગયુ હતું.
લેવિંસ્કી સોમવારે (૩ સપ્ટેમ્બરે)એ યેરૂશલમમાં સોશિયલ મીડિયામાં રહેલ નુક્સાનને લઇ આપેલ એક ભાષણને લઇ ઇઝરાયલી ટીવીની એક એંક સાથે ઇન્ટરવ્યૂ માટે બેઠી હતી, પ્રથમ સવાલ બાદ જ લેવિંસ્કી પોતાની સીટથી ઉભી થઇ ગઇ અને સ્ટેજ છોડીને બહાર ચાલી ગઇ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





