હોસ્ટેલમાં યૌન શોષણ સંદર્ભે કાંડનો પર્દાફાશ

0
23

કઠુઆ, તા. ૮
દેશના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહેલા શેલ્ટર હોમના બાળકો સાથે શોષણના મામલા સતત સપાટી ઉપર આવી રહ્યા છે. હવે જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આવો જ એક મામલો સપાટી પર આવ્યો છે. એક ગેરકાયદે ચાલી રહેલા હોસ્ટેલમાં બાળકો પર શોષણના મામલામાં ખુલાસો થયો છે. પોલીસે આજે આ બાળક સુધાર ગૃહમાંથી ૨૦ બાળકોને બચાવી લીધા છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને તમામ બાળકોને બચાવ્યા હતા. મુક્ત કરાવવામાં આવેલા બાળકોને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે. આ તમામ બાળકોને કેરળના એક નિવાસીના આવાસથી છોડાવવામાં આવ્યા છે. આ ગેરકાયદે હોસ્ટેલના સંચાલકના પણ કનેકશન હોવાનું જાણવા મળી રહ્યું છે. પઠાણકોટના એક ચર્ચ સાથે તેના સંબંધો રહેલા છે. થોડાક મહિના પહેલા જ કઠુઆમાં ગુર્જર બકરવાલ સમુદાયની એક બાળકી ઉપર ગેંગરેપની ઘટના બાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. પોલીસે બે કલાક સુધી ઓપરેશન ચલાવ્યા બાદ ૨૦ બાળકોને મુક્ત કરાવી લીધા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY