રાજીવ હત્યા કેસ : દોષિતોને મુક્ત કરવાની ભલામણ થઇ

0
228

ચેન્નાઈ,તા.૯
તમિળનાડુ કેબિનેટે રાજીવ ગાંધી હત્યા કેસમાં તમામ સાત અપરાધીઓનો છોડી મુકવા ભલામણ કરવાનો આજે નિર્ણય કર્યો હતો. બંધારણની કલમ ૧૬૧ હેઠળ આ ભલામણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પલાનીસામીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આ ભલામણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક બે કલાક સુધી ચાલી હતી જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરવા ભલામણ કરવામાં આવે છે. ભલામણને તરત જ ગવર્નર પાસે મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ રાજ્યની કારોબારી સત્તા તરીકે છે. તેઓ સરકારના નિર્ણયને અમલી બનાવશે. કેબિનેટના આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવમાં આવે છે. અપરાધી પૈકીના એક પેરારીવલનની અરજી ઉપર નિર્ણય લેવા સંબંધિત સત્તાવાળાઓને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. રાજીવ ગાંધીના તમામ હત્યારાઓ છેલ્લા ૨૭ વર્ષથી જેલમાં છે. અપરાધીઓ પૈકીના એકે મુખ્યમંત્રી સાથે હાલમાં બેઠક યોજી હતી. આ અપરાધીની માતા આજે સાંજે તેમના આવાસ ઉપર મુખ્યમંત્રીને પણ મળી હતી અને સરકારનો આભાર માન્યો હતો. તેમના પુત્ર અને અન્ય છ અપરાધીઓને છોડી મુકવા માટે આ ભલામણ કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા અપરાધીની પÂત્નએ આને રાજકીય રંગ ન આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. અપરાધીઓને મુક્ત કરવા રાજ્યપાલ ઝડપથી કામ કરશે તેવી ઇચ્છા સરકાર તરફથી વ્યક્ત કરવામાં આવી હતી. રાજીવ ગાંધી હત્યા કેસ ખુબ જ સનસનાટીપૂર્ણ રહ્યો છે. બંધારણની કલમ ૧૬૧ હેઠળ રાજ્યપાલને ભલામણ કરવાનો આ નિર્ણય લેવાયો છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY