ન્યુ દિલ્હી,તા.૧૩
બાબા રામદેવની કંપની પતંજલિ હવે ગાયનું દૂધ પણ વેચશે. આ સાથે જ કંપની દહી, દૂધ, છાશ અને પનીર પણ બજારમાં લાવશે. પર્થમ ચરણમાં આ પ્રોડક્ટ્સ દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનું સત્તાવાર લાન્ચિંગ આજે બાબા રામદેવે દિલ્હી ખાતે કર્યુ છે. રામદેવે દૂધનું ના દુગ્ધામૃત રાખ્યું છે. પતંજલિએ દૂધના ભાવ ૪૦ રૂપિયા પ્રતિ લિટર નક્કી કર્યા છે જે માર્કેટમાં વેચાતા અન્ય કંપનીઓના દૂધ કરતાં ખૂબ જ સસ્તું છે.
પતંજલિના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા અનુસાર શરૂઆતમાં ચાર લાખ લિટર દૂધ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ધીમે ધીમે તેની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. કંપનીની યોજના આગામી છ મહિનામાં આ વ્યવસાયને ૫૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનો છે.
કંપનીનો દાવો છે કે તમામ ઉત્પાદનોમાં કોઇ પણ પ્રકારે ભેળસેળ કરવામાં નથી આવી અને ગ્રાહકોને શુદ્ધ ઉત્પાદન મળશે. પતંજલિ આયુર્વેદના પ્રવક્તા એસ કે તિજારાવાલએ જણાવ્યું કે લોકોને ગાયનું શુદ્ધ દૂધ અને તેનાથી બનતા ઉત્પાદનોને ખૂબ જ ઓછી કિંમતે પૂરા પાડવામાં આવશે. કંપનીએ ફ્રોઝન વટાણા, અન્ય શાકભાજી અને ફ્રેન્ચ ફ્રાઇઝ જેવા ઉત્પાદનો પણ લાન્ચ કર્યા છે.
જે રાજ્યોમાં કંપનીએ પોતાના પ્રોડક્ટ્સનું વેચાણ સૌપ્રથમ શરૂ કર્યુ છે તેમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્રમાં સામેલ છે. પતંજલિની ટક્કર અમૂલ, મધર ડેરી, સરસ, નમસ્તે ઇન્ડિયા, પારસ અને ગોપાલજી જેવી કંપનીઓ સાથે છે. દૂધની કિંમત અન્ય કંપનીઓની સરખામણીમાં ઘણી ઓછી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



