રામ રાખે તેને કોણ ચાખે : બે વર્ષનું બાળક ત્રીજા માળેથી પટકાયુ,આબાદ બચાવ

0
20

અરવલ્લી,તા.૧૪
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં બે વર્ષનું એક બાળક ત્રીજા માળેથી નીચે પટકાયું હતું. બાળક પટકાવાની આ ઘટના ફ્લેટ નીચે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બાળકને સારવાર મા હોસ્પિતલમાં ખસેડવામાં આવ્યું છે.
ઉમિયાનગર સોસાયટી ખાતે આ બનાવ બન્યો હતો. અહીં ત્રીજા માળેથી એક બાળક ફ્લેટના પગથીયા વચ્ચેની જગ્યાએથી નીચે બેઝમેન્ટમાં પટકાયું હતું. જાકે, બાળક નીચે પડેલી એક સાઇકલની સીટ પર પડતાં તેનો આબાદ બચાવ થયો હતો. બાળક પહેલા સાઇકલની સીટ સાથે અથડાયું હતું બાદમાં નીચે પડ્યું હોવાથી તેનો આબાદ બચાવી થયો છે.
બુધવારે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બાળકને નીચે પડતું જાઈને ફ્લેટ નીચે હાજર લોકો દોડી આવ્યા હતા. નીચે પટકાવાના કારણે બાળકને માથા પર ઈજા પહોંચી હતી. બાળકને તત્કાલિક સારવાર માટે હોસ્પિતલ મા ખસેડવામાં આવ્યું હતું.
ત્રીજા માળેથી નીચે પટકાયેલા બાળકનું નામ નમ્ર પટેલ છે. બાળક ફ્લેટ ફ્લેટની બહાર રમતાં રમતાં પગથીયા વચ્ચેની જગ્યાએથી નીચે પટકાયું હતું. મળી રહેલી માહિતી પ્રમાણે બાળકને માથા સિવાય બીજી કોઈ ઈજા પહોંચી નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY